ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

ઇન્ટેલમાં મોટા હિસ્સા મેળવવાના પ્રયત્નોમાં ટ્રમ્પ તંત્ર, ગૂગલ કેસના સમાધાન માટે ત્રણ કરોડનો ભરશે દંડ

વોશિંગ્ટન, 20 ઓગસ્ટ, 2025: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાની હેઠળના તંત્રએ મોટા ઔદ્યોગિક ગૃહ ઇન્ટેલમાં મોટી હિસ્સેદારી હાંસલ કરવા માટે પ્રયત્ન કરી રહ્યુ છે. જાપાની ટેકનોલોજી માંધાતા સોફ્ટબેંક ગ્રુપ ચિપ નિર્માતા ઇન્ટેલમાં 2 અબજ ડોલરનો હિસ્સો ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન, યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે કહ્યું કે યુએસ સરકાર ઇન્ટેલમાં 10 ટકા હિસ્સો ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, આ એક અસામાન્ય સોદો છે, પરંતુ તે ઇન્ટેલ અને ટ્રમ્પ વહીવટીતંત્ર વચ્ચેના નાણાકીય સંબંધોને વધુ મજબૂત બનાવશે.

લુટનિકનું નિવેદન એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તાજેતરમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કંપનીના સીઈઓને દૂર કરવાના અનેક પ્રયાસો કર્યા હતા. હિસ્સો મેળવ્યા પછી આમાં પણ ફેરફાર થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ઇન્ટેલની ગણતરી મુખ્ય કમ્પ્યુટર ચિપ ઉત્પાદક કંપનીઓમાં થાય છે. લુટનિકે કહ્યું, અમારું માનવું છે કે અમેરિકાને આ સોદાનો લાભ મળવો જોઈએ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરાર પર આગ્રહ રાખી રહ્યા છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ યોગ્ય પગલું છે. ઇન્ટેલે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથેની વાતચીત પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

સંઘ સરકાર ઇન્ટેલમાં એક સંભવિત રોકાણ અંગે વિચારી રહી છે. જેમાં કંપનીને અમેરિકી ચિપ્સ અને વિજ્ઞાન કાયદાથી મળનારા કેચલાક કે દરેક અનુદાનને ઇક્વિટીમાં બદલવાનું સમાવેશ થશે, સૂત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ઇન્ટેલને CHIPS એક્ટ હેઠળ કુલ 10.9 અબજ ડોલરની ગ્રાન્ટ મળવાની અપેક્ષા છે. કંપની 2022ના કાયદા હેઠળ 11 અબજ ડોલર સુધીની લોન પણ લઈ શકે છે.

અનુદાનની રકમ, જે મૂળરૂપે ઇન્ટેલ પ્રોજેક્ટના લક્ષ્યોને પૂર્ણ કરે તે રીતે સમય જતાં વહેંચવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી, તે લક્ષ્યાંકિત હિસ્સાની ચૂકવણી કરવા માટે પૂરતી છે. ઇન્ટેલના વર્તમાન બજાર મૂલ્ય પર, ચિપમેકરમાં 10 ટકા હિસ્સો મેળવવાનું ખર્ચ લગભગ 10.5 અબજ ડોલર થશે. હિસ્સાનું ચોક્કસ કદ, અને વ્હાઇટ હાઉસ યોજના સાથે આગળ વધશે કે કેમ તે હજુ પણ અનિશ્ચિત છે, સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ તહેવારની સિઝનમાં 88 ટકા કંપનીઓ વર્ષના બીજા તબક્કામા વધારશે ભરતીની ગતિ

Back to top button