ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

World Earth Day: આજે વિશ્વ પૃથ્વી દિવસ, જાણો અર્થ ડેનું મહત્ત્વ, ઈતિહાસ અને થીમ

World Earth Day 2026: વિશ્વભરમાં દર વર્ષે 22મી એપ્રિલે પૃથ્વી દિવસ એટલે કે અર્થ ડે (Earth Day)ની ઉજવણી થાય છે. આ દિવસ પર્યાવરણીય સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો માટે ઉજવવામાં આવે છે. વર્ષ 1970માં શરૂ થયેલી આ ચળવળ આજે વધુ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. આ વર્ષની થીમ “Our Power, Our Planet” છે, જે લોકોને પૃથ્વી બચાવવા માટે નાના પગલાં લેવા પ્રેરણા આપે છે. આજે, જ્યારે વિશ્વ ક્લાઈમેટ ચેન્જ (Climate change) જેવા ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે પૃથ્વી દિવસ વધુ મહત્ત્વપૂર્ણ બની ગયો છે.

જાણો વિશ્વ પૃથ્વી દિવસનો ઇતિહાસ

પૃથ્વી દિવસની શરૂઆત 1962માં રશેલ કાર્સન (Rachel Carson)ના પ્રખ્યાત પુસ્તક, સાયલન્ટ સ્પ્રિંગ (Silent Spring)ના પ્રકાશન સાથે થઈ હતી. આ પુસ્તકમાં પર્યાવરણીય પ્રદૂષણ અને માનવ સ્વાસ્થ્ય પર તેની ખતરનાક અસરો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેનાથી લોકોમાં જાગૃતિ આવી હતી.

Earth Day is celebrated on April 22nd, with the aim of raising awareness regarding environmental conservation. Initiated in 1970, this movement has become even more significant today. The theme for 2026 is "Our Power, Our Planet," which inspires people to save the Earth by taking small steps.
IMAGE : AI

પર્યાવરણીય જાગૃતિ માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું

1969માં તેલ રિસાવની ઘટના (oil spill incident) જોયા પછી, અમેરિકન સેનેટર ગેલોર્ડ નેલ્સને (Gaylord Nelson) પર્યાવરણીય જાગૃતિ માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવાનું નક્કી કર્યું. તેમણે સ્વચ્છ હવા, પાણી અને માટી માટે લોકોને એકત્ર કરવા માટે “ટીચ-ઇન” કાર્યક્રમનું આયોજન કર્યું. પ્રથમ પૃથ્વી દિવસ 22મી એપ્રિલ, 1970ના રોજ ઉજવવામાં આવ્યો હતો, જેમાં 20 મિલિયનથી વધુ અમેરિકનોએ ભાગ લીધો હતો. તે સમયે એક મોટી ચળવળ બની જેણે પર્યાવરણીય સંરક્ષણને રાજકીય અને સામાજિક ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધુ હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પૃથવી દિવસની આ વર્ષીની થીમ

પૃથ્વી દિવસ 2026ની થીમ “Our Power, Our Planet” છે. આ થીમ ભાર મૂકે છે કે દરેક વ્યક્તિ અને સમુદાય પર્યાવરણના રક્ષણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેનું મુખ્ય ફેકસ નવીનીકરણીય ઉર્જા અપનાવવા, સમુદાયની ભાગીદારી અને સામૂહિક રીતે ક્લાઈમેટ ચેન્જ સામે લડવા પર છે.

આજના સમય માટે અર્થ ડે કેમ મહત્ત્વનું?

વિશ્વ આજે ક્લાઈમેટ ચેન્જ, જંગલોનો નાશ, કુદરતી સંસાધનોનો ઘટાડો અને જૈવવિવિધતાના નુકસાન જેવી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યું છે. પૃથ્વી દિવસ આપણને યાદ અપાવે છે કે નાના પગલાં પણ મોટો ફરક લાવી શકે છે. વૃક્ષો વાવવા, રિસાયક્લિંગ કરવા અથવા સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરવો, આ તમામ પગલાઓથી ભવિષ્ય સારુ બની શકે છે.

આ પણ વાંચો : પહલગામ હુમલાની વરસી: બાયસરન ખીણમાં આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું, આખો દેશ હચમચી ગયો હતો
Back to top button