ગુજરાતટોપ ન્યૂઝ

હાલોલમાં મામી-ભાણેજના પ્રેમ સંબંધનો કરૂણ અંજામ, પતિને જાણ થતા પત્નીને ઉતારી મોતને ઘાટ

Gujarat News : પંચમહાલના હાલોલ-ગોધરા રોડ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મામી-ભાણાના કથિત પ્રેમ સંબંધ સામે આવ્યો હતો. જેમાં મામી ભાણેજ વચ્ચે પ્રેમ સંબંધની આશંકા હતી જે બાદ મોબાઈલ ચેટ પકડાતા પતિએ 14 વર્ષની પુત્રીની સામે જ પત્નીનું ગળું દબાવ્યું હતું જે બાદ છરાના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી હતી.

દંપતીને 18 વર્ષનો પુત્ર અને 14 વર્ષની પુત્રી છે

 

સમગ્ર વિગત અનુસાર, હાલોલમાં રહેતા પૃથ્વીરાજ ચૌહાણ સ્ક્રેપના ગોડાઉનમાં કામ કરતો હતો. જેના લગ્ન પ્લાસ્ટિકની કંપનીમાં નોકરી કરતી દીપિકા સાથે થયા હતા. આ લગ્નમાં તેમને 18 વર્ષનો પૂત્ર અને 14 વર્ષની પુત્રી પણ છે. આ દરમ્યાન વડોદરામાં રહેતો પૃથ્વીરાજનો સગો ભાણો આકાશ ચૌહાણ કામના બહાને હાલોલ આવતો હતો.

મોબાઈલ ચેટ સામે આવતા ભાંગો ફૂટ્યો

 

આ દરમ્યાન મામી દીપિકાને આકાશ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પત્નીએ પતિથી છુપાઈને બે મોબાઈલ રાખ્યા હતા, જેમાંથી એક મોબાઈલમાં ભાણા સાથેની  પ્રેમ ચેટ પતિ પૃથ્વીરાજના હાથમાં આવતા ઘરમાં ઝઘડા થતા હતા. અને ત્રણ મહિના પહેલા પરિવારે સમાધાન કરાવ્યું હોવા છતાં આ વિવાદ થમ્યો ન હતો.

પત્નિ સુતી હતી તે સમયે ગળુ દબાવ્યુ

 

આ દરમ્યાન પૃથ્વીરાજ નોકરી પર જવા નિકળ્યો હતો, પરંતુ થોડી વારમાં અધવચ્ચેથી ઘરે પરત ફર્યો હતો. આ સમયે પત્ની દીપિકા અને 14 વર્ષની દીકરી સૂઈ રહી હતી. આ દરમ્યાન પૃથ્વીરાજે રૂમમાં જઈ પત્નીને ગળુ દબાવ્યું હતું આ જોઈ દિકરીએ ગભરાઈને મમ્મીને છોડવા આજીજી કરી અને દ્વારકાધીશના સોગંધ આપ્યા હતા. તેમ છતાં પિતાએ એટલાથી ન સંતોષાતા ધારદાર છરા વડે ઘા ઝીંકી પત્નીની નિર્મમ હત્યા કરી હતી.

આ બાદ હત્યારા પૃથ્વીરાજે હાલોલ પોલીસ સ્ટેશને જઈ ગુનાની કબૂલાત કરી અને આત્મસમર્પણ કર્યું હતું. ત્યારે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ સમગ્ર સોસાયટીમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ પણ વાંચો : અમદાવાદમાં વાલીઓને મોટો ઝટકો, સ્કૂલ વાહનોના ભાડામાં તોતિંગ વધારો થયો

Back to top button