ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં વાલીઓને મોટો ઝટકો, સ્કૂલ વાહનોના ભાડામાં તોતિંગ વધારો થયો

અમદાવાદ: નવા શૈક્ષણિક સત્ર 2026-27 ની શરૂઆત થતાની સાથે જ અમદાવાદમાં વાલીઓએ શિક્ષણ ખર્ચમાં વધુ એક આર્થિક બોજનો સામનો કરવો પડશે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયા અને ઓટો-રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે.

માસિક ભાડામાં કેટલો થયો વધારો?

અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સુધારેલા નવા દરો મુજબ, હવેથી અમદાવાદમાં વિદ્યાર્થીઓને સ્કૂલે લાવવા-લઈ જવા માટે:

સ્કૂલ વાન: માસિક ભાડામાં 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ઓટો-રિક્ષા: માસિક ભાડામાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

અંતર મુજબ સ્કૂલવાન-રિક્ષાના નવા દર

અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, હવેથી વાલીઓએ વધેલા ભાવ પ્રમાણે ચુકવણી કરવી પડશે. વિગતવાર માહિતી નીચે મુજબ છે:

અંતર (કિ.મી.) સ્કૂલ વાન (જૂનું – ભાડું 2024) સ્કૂલ વાન (નવું – ભાડું 2026) સ્કૂલ રિક્ષા (જૂનું – ભાડું 2024) સ્કૂલ રિક્ષા (નવું – ભાડું 2026)
1 કિ.મી. ₹1200 ₹1400 ₹750 ₹850
2 કિ.મી. ₹1400 ₹1600 ₹850 ₹950
3 કિ.મી. ₹1600 ₹1800 ₹950 ₹1050
4 કિ.મી. ₹1800 ₹2000 ₹1050 ₹1150
5 કિ.મી. ₹2000 ₹2200 ₹1150 ₹1250

કેમ આટલો ભાવ વધારો ઝીકાયો

મોંઘવારી અને ઈંધણના વધતા ખર્ચની વધતી જતી ચિંતા વચ્ચે આ ભાડા વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને આ ભાડા વધારા પાછળ મુખ્યત્વે વાહનોના સંચાલનના વધતા ખર્ચ, ખાસ કરીને CNG ના ઊંચા ભાવને જવાબદાર ગણાવ્યા છે. આ ઉપરાંત, વાહનવ્યવહાર ખર્ચમાં થયેલા વ્યાપક વધારાને વૈશ્વિક ઊર્જા બજારોની અસ્થિરતા અને ઈંધણના ભાવમાં થતી વધઘટ સાથે જોડાયેલો છે.

આ પણ વાંચો: રાજકોટ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ટેકઓફ કરતા જ વિમાન સાથે પક્ષી અથડાયું, ઈમરજન્સી લેન્ડીંગ કરાવ્યું

Back to top button