
Gujarat Flood : દક્ષિણ ગુજરાત બાદ હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. આજે વહેલી સવારથી વાવ-થરાદના દિયોદરમાં માત્ર 4 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તેમજ ભાભરમાં 5 ઈંચ, પાટણના રાધનપુર અને સાંતલપુરમાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો હતો.
વીરપુરમાં કાર તણાતા 2 લોકોની શોધખોળ શરૂ
આ સાથે જ રાજકોટના ગોંડલ-જેતપુર હાઈવેથી સ્વામીનારાયણ ગુરુકુલથી વીરપુર જતા રસ્તે ઘોડાપૂર આવ્યું હતું. જેમાં કાર તણાઈ જતા 2 લોકોની શોધખોળ ચાલી રહી છે. તો નવસારી જિલ્લામાં અંબિકા અને કાવેરી નદીના પૂરના કારણે સર્જાયેલી ભારે હોનારતમાં ગણદેવી તાલુકાના 25થી વધુ ગામોની હાલત અત્યંત દયનીય બની છે, જ્યાં 1,000થી વધુ વાહનો તણાઈ જતાં અનેક વિસ્તારોમાં કરોડો રૂપિયાનું ભારે નુકસાન થયું છે. ત્યારે નવસારી જીલ્લામાં સર્જાયેલી પૂરની વિકટ સ્થિતિ સામે પહોંચી વળવા NDRF અને SDRFની 4 ટૂકડીઓ બાદ હવે વહીવટી તંત્ર દ્વારા સ્પેશિયલ મિલિટરી બટાલિયનને બોલાવવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઓડિશાથી વધુ 4 ટીમો ગુજરાત બોલાવાઈ
અત્યાધુનિક મેડિકલ સાધનો અને ઈક્વિપમેન્ટથી સજ્જ આર્મીના જવાનોએ ગ્રામ્ય વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે લશ્કરી ધોરણે કામગીરી હાથ ધરી છે. હાલ ગણદેવી તાલુકાના ધમડાછા ગામ સહિતના વિસ્તારોમાં સૈન્યના જવાનો દ્વારા સઘન રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઓડિશાથી વધુ 4 ટીમો ગુજરાત બોલાવવામાં આવી છે, જેમાં 2 ટીમ વલસાડ અને 1 ટીમ સુરત તરફ મોકલવામાં આવી. આર્મીની 2 કોલમ પણ બોલાવવામાં આવી છે.
આ પણ વાંચો : એરલાઈન બિઝનેસમાં પ્રવેશવાના દાવા અદાણી ગ્રુપે ફગાવ્યા, આ કંપનીઓને થશે મોટી રાહત












