ગુજરાતટ્રેન્ડિંગધર્મ

માગસર મહિનાની પૂનમ આવતીકાલે, આ વસ્તુઓનું દાન કરવું રહેશે શ્રેષ્ઠ

  • આ દિવસ ભગવાન દત્તાત્રેયનો જન્મ દિવસ પણ છે. હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં તેમને બ્રહ્મા, વિષ્ણુ અને શિવના અવતાર કહેવામાં આવ્યા છે

HD ન્યુઝ ડેસ્કઃ હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે માગસર મહિનાની પૂર્ણિમા full moon day of Maghsar month 4 ડિસેમ્બર, ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસ ભગવાન દત્તાત્રેયનો જન્મ દિવસ પણ છે. હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં તેમને બ્રહ્મા, વિષ્ણુ અને શિવના અવતાર કહેવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે તેમની પૂજા કરવાથી ત્રણેય દેવોની પૂજાનું ફળ મળે છે. આ વર્ષે માર્ગશીર્ષ પૂર્ણિમા 4 ડિસેમ્બરે સવારે 8:37 વાગ્યે શરૂ થશે, જ્યારે પૂર્ણિમા તિથિ 5 ડિસેમ્બરે સવારે 4:43 વાગ્યે સમાપ્ત થશે. તેથી આ વર્ષે પૂર્ણિમા તિથિનું વ્રત 4 ડિસેમ્બર રહેશે. પૂર્ણિમા તિથિ સુખ અને સમૃદ્ધિ લાવે છે. એવું કહેવાય છે કે આ તિથિએ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધન અને સમૃદ્ધિ મળે છે.

માર્ગશીર્ષ પૂર્ણિમા પૂર્ણિમા પર શું દાન કરવું

આ દિવસે સ્નાન અને દાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જો તમે પવિત્ર નદીઓમાં સ્નાન ન કરી શકો તો ઘરના પાણીમાં ગંગા જળ ભેળવીને સ્નાન કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ પૂર્ણિમાને ખૂબ જ પુણ્યશાળી અને ફળદાયી માનવામાં આવે છે. માગસર મહિનાની પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન કરવાની સાથે ભગવાનની પૂજા કરવાનો પણ રિવાજ છે. વ્યક્તિએ ઉપવાસ કરવો જોઈએ અને ભગવાન વિષ્ણુની કથાનો પાઠ પણ કરવો જોઈએ. માગસર પૂર્ણિમાના દિવસે ગીતાનો પાઠ કરવો પણ મહત્ત્વપૂર્ણ છે. એવું કહેવાય છે કે જે કોઈ આ દિવસે ઉપવાસ કરે છે, સ્નાન કરે છે અને દાન કરે છે તેને અનેક ફળ મળે છે.

આ દિવસે જરૂરિયાતમંદોને ખોરાક, ધાબળા, કપડાં અને અનાજનું દાન કરવાની પણ પરંપરા છે. વધુમાં આ દિવસ ગુરુવારે હોવાથી, ચણાની દાળ, કેળા, ગોળ વગેરે જેવી પીળી વસ્તુઓનું દાન કરવું વધુ ફળદાયી માનવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે ચંદ્રની પણ પૂજા કરવામાં આવે છે, તેથી આ દિવસે ચંદ્રને લગતી વસ્તુઓનું દાન કરવાની પણ સલાહ આપવામાં આવે છે. તમે ચોખા, દૂધ, ખાંડ, સફેદ કપડાં અને ચાંદી જેવી વસ્તુઓનું દાન કરી શકો છો. આનાથી ચંદ્રના દોષ પણ દૂર થાય છે અને તમે માનસિક રીતે સ્વસ્થ રહેશો.

આ પણ વાંચોઃ 5 ડિસેમ્બરથી ધન-તુલા સહિત આ 4 રાશિના જાતકો સફળતાની સીડીઓ ચઢશે, એક પછી એક 3 ગ્રહોનું ગોચર

Back to top button