ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ખાલી 37 બોલમાં સદી: 17 ચોગ્ગા-છગ્ગાથી ટીમ ડેવિડે બોલર્સને હંફાવી દીધા

Australian 3rd fastest century: વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ઓસ્ટ્રેલિયન ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ટેસ્ટ સિરીઝમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝને વ્હાઇટવોશ કર્યા પછી, ઓસ્ટ્રેલિયન ટીમ હવે T20I સિરીઝમાં પોતાની તાકાત બતાવી રહી છે. પ્રથમ 2 T20I જીત્યા પછી, ઓસ્ટ્રેલિયન ટીમ સેન્ટ કિટ્સમાં ત્રીજી T20I રમવા આવી હતી, જેમાં ટિમ ડેવિડે બેટિંગથી ધમાલ મચાવી હતી. ટિમ ડેવિડે આક્રમક અંદાજમાં બેટિંગ કરતા રેકોર્ડ્સની ભરમાર કરી દીધી હતી. ડેવિડે સૌપ્રથમ 16 બોલમાં અડધી સદી ફટકારીને માર્કસ સ્ટોઈનિસ અને ટ્રેવિસ હેડના રેકોર્ડ તોડ્યા હતા.

ટિમ ડેવિડે બેટથી ધમાલ મચાવી

ડેવિડ ઓસ્ટ્રેલિયા માટે T20I માં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો છે. અગાઉ આ રેકોર્ડ માર્કસ સ્ટોઈનિસ અને ટ્રેવિસ હેડના નામે હતો. બંનેએ 17-17 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. ઓસ્ટ્રેલિયા માટે સૌથી ઝડપી T20I અડધી સદી ફટકાર્યા પછી પણ, ટિમ ડેવિડના બેટ પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ ચાલુ રહ્યો. પરિણામ એ આવ્યું કે ડેવિડે માત્ર 37 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

ડેવિડે 11 છગ્ગા અને માત્ર 6 ચોગ્ગાની મદદથી પોતાની T20I કારકિર્દીની પ્રથમ સદી ફટકારી. આ રીતે, તે ઓસ્ટ્રેલિયા માટે T20I સદી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો. એટલું જ નહીં, ટિમ ડેવિડ હવે પૂર્ણ સભ્ય રાષ્ટ્રોની યાદીમાં T20I સદી ફટકારનાર સંયુક્ત રીતે ત્રીજા સૌથી ઝડપી બેટ્સમેન છે. તેણે ભારતના અભિષેક શર્માના રેકોર્ડની બરાબરી કરી. તમને આશ્ચર્ય થશે કે ટિમ ડેવિડની આ સદી કોઈપણ ટેસ્ટ રાષ્ટ્ર સામે ત્રીજી સૌથી ઝડપી સદી છે.

સૌથી ઝડપી T20I સદી ફટકારનાર બેટ્સમેન (પૂર્ણ સભ્ય રાષ્ટ્ર)

  • ડેવિડ મિલર – 35
  • રોહિત શર્મા – 35
  • અભિષેક શર્મા – 37
  • ટિમ ડેવિડ – 37
  • જોહ્ન્સન ચાર્લ્સ – 39

ઓસ્ટ્રેલિયાએ T20I શ્રેણી જીતી

ટીમ ડેવિડની તોફાની સદીના આધારે ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું. આ રીતે, મહેમાન ટીમે 5 મેચની T20I સિરીઝમાં 3-0 ની અજેય લીડ મેળવી. ઓસ્ટ્રેલિયાએ માત્ર 16.1 ઓવરમાં 215 રનનો વિશાળ લક્ષ્યાંક હાંસલ કર્યો. ટિમ ડેવિડ 102 રન બનાવીને અણનમ પાછો ફર્યો જ્યારે મિશેલ ઓવેને 16 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 36 રનની અણનમ ઇનિંગ રમી. ટિમ અને ઓવેન વચ્ચે ચોથી વિકેટ માટે 128 રનની શાનદાર ભાગીદારી થઈ. ૨૧૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે, ઓસ્ટ્રેલિયા એક સમયે ૬૧/૩ પર ડગમગતું હતું ત્યારે ટિમ ડેવિડ મેદાનમાં આવ્યા અને એક સનસનાટીભરી ઇનિંગ રમીને પોતાની ટીમને યાદગાર જીત અપાવી હતી.

આ પણ વાંચો: VIDEO: મોટી દુર્ઘટના ટળી, લેન્ડિંગ કરતી વખતે બે હરણ વિમાન સાથે અથડાયા, બંનેના મૃત્યુ થયા

Back to top button