અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતમીડિયાવીડિયો સ્ટોરી

હિન્દુઓને હિંસક કહેનાર રાહુલ ગાંધીને મહારાષ્ટ્રના આ મંદિરે અલગ રીતે જવાબ આપ્યો, જૂઓ વીડિયો

મહારાષ્ટ્ર, 8 જુલાઈ, 2024: કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 18મી લોકસભાના પ્રથમ સત્રમાં પોતાના પ્રથમ પ્રવચન દરમિયાન હિન્દુઓને હિંસક કહ્યા હતા. તેની સામે હવે મહારાષ્ટ્રના એક મંદિરમાં અલગ રીતે વિરોધ જોવા મળી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં એક મંદિરના પગથિયાં ઉપર રાહુલ ગાંધીનું પગલૂછણીયાના સ્થાને પોસ્ટર મૂકવામાં આવ્યું છે અને તેના ઉપર સમગ્ર હિન્દુ સમાજ વતી આક્રોશજનક લખાણ લખવામાં આવ્યું છે. મરાઠી ભાષામાં લખવામાં આવ્યું છે કે, “હિન્દુઓને હિંસક અને છેડતી કરનારા કહેવાની તમારી હિંમત કેવી રીતે થઈ?”

સીડીમાં લાગેલા રાહુલના આ પોસ્ટરનો વીડિયો દેશ અને દુનિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જૂઓ અહીં વીડિયો –

ઉલ્લેખનીય છે કે, 18મી લોકસભાના પ્રથમ સત્રમાં રાષ્ટ્રપતિના સંબોધન પરના આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો પ્રારંભ વિરોધપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ કર્યો હતો. ત્યારે રાહુલ ગાંધીએ લોકસભાની અંદર કહ્યું હતું કે, હિન્દુઓ હિંસક હોય છે. રાહુલ ગાંધીનું નિવેદન આ પ્રમાણે હતું, “જે લોકો પોતાને ચોવીસે કલાક પોતાને હિન્દુ કહે છે તેઓ હિંસક હોય છે, ધિક્કાર ફેલાવે છે, અસત્ય બોલે છે.” કોંગ્રેસ નેતાના આ નિવેદનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓએ સંસદમાં હોબાળો મચાવી દીધો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ તત્કાળ ઊભા થઈને રાહુલ ગાંધીના આ નિવેદન સામે વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે, સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવો એ ખોટું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પણ રાહુલ ગાંધીના આ નિવેદનને પડકાર્યું હતું અને દેશના હિન્દુઓની માફી માગવા માગણી કરી હતી.

રાહુલ ગાંધીના એ નિવેદનનો દેશમાં પણ પડઘો પડ્યો હતો. અનેક લોકોએ પોતપોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર કોંગ્રેસ સાંસદને જવાબ આપ્યો હતો એટલું જ નહીં પરંતુ મોટી સંખ્યામાં લોકોએ “હા, હું હિન્દુ છું” એવી હૅશટેગ પણ ચાલુ કરી હતી.

જોકે વિવાદ વધ્યા બાદ રાહુલ ગાંધીએ વાતને ફેરવી તોળવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે પોતે માત્ર ભાજપ અને આરએસએસને જ હિંસક કહે છે. જોકે, એ બચાવની દેશના નાગરિકો ઉપર કોઈ અસર થઈ નહોતી અને હવે આ મંદિરમાં જે રીતે રાહુલના ફોટા સાથેનું પગલૂછણિયું બનાવવામાં આવ્યું છે એ પ્રકારના આક્રોશ વ્યક્ત થઈ રહ્યા છે.

જોકે, આ અંગે વિવિધ પ્રતિભાવ આવી રહ્યા છે. X ઉપર એક યુઝરે કહ્યું કે, આ પગલૂછણિયાને કારણે સીડી (દાદર)નું જે અપમાન થાય છે તેથી મને ખરાબ લાગે છે.

તો રાહુલ ઈશ્વર નામના એક યુઝરે લખ્યું કે,  રાહુલ ગાંધીને આટલું બધું મહત્ત્વ ન આપશો.

આ પણ વાંચોઃ કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં એક પણ બેઠક ન જીતવા માટે AAPને જવાબદાર ગણાવી

Back to top button