કેરળની ટ્રિપ પ્લાન કરવા માટે આ સમય છે બેસ્ટ, પાંચ ડેસ્ટિનેશન હંમેશા રહેશે યાદ

- નવેમ્બર અને તે પછીના મહિનાને કેરળની મુલાકાત લેવા માટે યોગ્ય સમય માનવામાં આવે છે. કારણ કે ચોમાસામાં ભેજ ઓછો થઈ ગયો હોય છે અને હવામાન ઠંડુ, આહલાદક અને સ્વચ્છ હોય છે
HD ન્યુઝ ડેસ્કઃ જો તમે ઠંડીની સીઝનમાં શાંત, હરિયાળીથી ભરેલી અને આરામ આપતી શિયાળાની રજાઓનું આયોજન કરી રહ્યા છો તો કેરળ એક સારો વિકલ્પ trip to Kerala છે. નવેમ્બર અને તેના પછીના મહિનાઓને કેરળની મુલાકાત લેવા માટે યોગ્ય સમય માનવામાં આવે છે. કારણ કે ચોમાસામાં ભેજ ઓછો થઈ ગયો હોય છે અને હવામાન ઠંડુ, આહલાદક અને સ્વચ્છ હોય છે.
પછી ભલે તે બેકવોટર પર હાઉસબોટની મુલાકાત હોય, પહાડોથી ઘેરાયેલું મુન્નાર હોય કે કોવલમ બીચની સોનેરી રેતી હોય, કેરળમાં દરેક પ્રકારના પ્રવાસી માટે કંઈક ખાસ છે. ચાલો કેરળના પાંચ સુંદર સ્થળો એક્સ્પ્લોર કરીએ જે આ સીઝનમાં કેરળની મુલાકાતને યાદગાર અનુભવ બનાવશે.
કેરળના મનપસંદ પર્યટન સ્થળો
મુન્નાર
કેરળનું આ હિલ સ્ટેશન તેના ઠંડા પવનો અને ફેલાયેલા ચાના બગીચાઓ માટે પ્રખ્યાત છે. નવેમ્બરમાં અહીંનું હવામાન એકદમ આહલાદક હોય છે. ચાના બગીચા, ઈરવિકુલમ નેશનલ પાર્ક અને અટ્ટુકલ ધોધ મુખ્ય આકર્ષણો છે.
આલપ્પુઝા
જો તમે રોમેન્ટિક અને શાંત સ્થળ શોધી રહ્યા છો, તો આલપ્પુઝા ચોક્કસ જાવ. અહીં હાઉસબોટ રાઇડ્સ તમને બેકવોટર્સની સુંદરતાની ઝલક આપે છે. નવેમ્બરમાં અહીંનું હવામાન ખૂબ જ ખુશનુમા હોય છે, તળાવમાંથી આવતા ઠંડી પવન તમારા મનને તાજગી આપે છે.
કોવલમ બીચ
કોવલમ બીચ સમુદ્ર પ્રેમીઓ માટે એક સંપૂર્ણ સ્થળ છે. સોનેરી રેતી, નારિયેળના ઝાડ અને સમુદ્રના મોજા તેને ખાસ બનાવે છે. નવેમ્બરમાં અહીં સનબાથ, સર્ફિંગ અને સીફૂડનો આનંદ માણવો એ ખરેખર એક અનોખો અનુભવ છે.
થેક્કડી
પેરિયાર વન્યજીવન અભયારણ્યમાં બોટિંગ એ એક રોમાંચક અનુભવ છે, જે હાથી અને હરણના નજીકથી જોવાનો અનુભવ આપે છે. થેક્કડીમાં તમે મસાલાના બગીચાઓની મુલાકાત પણ લઈ શકો છો અને પ્રકૃતિની નજીક કેટલાક શાંત ક્ષણોનો આનંદ માણી શકો છો.
વાયનાડ
વાયનાડ સાહસ પ્રેમીઓ માટે એક ઉત્તમ સ્થળ છે. નવેમ્બરમાં અહીંનું હવામાન ઠંડુ અને સ્વચ્છ હોય છે. તમે એડક્કલ ગુફાઓ, બાણાસુર ડેમ અને મીણમુટ્ટી વોટરફોલની મુલાકાત લઈ શકો છો. આ સ્થળ ટ્રેકિંગ અને ફોટોગ્રાફીના શોખીનો માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે.
આ પણ વાંચોઃ કુંભલગઢ, ઉદયપુર, નાથદ્વારા…ત્રણ દિવસમાં ફરી શકશો રાજસ્થાનના સ્થળો, કરો પરફેક્ટ પ્લાનિંગ












