Stock Market: શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 918 પોઈન્ટ વધ્યો, Nifty 24050 પર બંધ

Stock Market: શુક્રવારે શેરબજાર ફરી એકવાર ખુશીથી છલકાઈ ગયું હતું. સેન્સેક્સ 918.60 પોઈન્ટ અથવા 1.20 ટકા વધીને 77,550.25 પર બંધ થયો હતો. આ દરમિયાન નિફ્ટી 1.16 ટકા અથવા 275.50 પોઈન્ટ વધીને 24,050.60 પર બંધ થયો હતો.
સેન્સેક્સની ટોચની 30 કંપનીઓમાંથી 25 કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન આજે પાંચ કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે. આ તેજીના વાતાવરણમાં સન ફાર્મા, ટીસીએસ, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેકના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.
શેરબજારમાં તેજી વચ્ચે નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં ભારે ઘટાડો થયો છે. તે 3.01 ટકા ઘટ્યો છે. ઈન્ફોસિસના શેર 3.5 ટકા, ટીસીએસના શેર 3 ટકાથી વધુ અને એચસીએલ ટેક્નોલોજીના શેર લગભગ 3 ટકા ઘટ્યા છે. ટેક મહિન્દ્રાના શેર ૨ ટકાથી વધુ ઘટ્યા છે. નિફ્ટીના ટોપ લુઝર્સમાં પાંચ આઈટી શેરનો સમાવેશ થાય છે.
રોકાણકારોને બખ્ખાં
અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. જેના કારણે રોકાણકારોને 5 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. શુક્રવારે સેન્સેક્સ 918.60 પોઈન્ટ અથવા 1.20 ટકા ઉછળીને 77550.25 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટીની વાત કરીએ તો બંધ સમયે તે 1.16 ટકાના ઉછાળા સાથે 24050.60 પર હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ડોલર સામે રૂપિયામાં મજબૂતી અને યુદ્ધના અંતની સંભાવના જેવા પરિબળોએ આજે શેરબજારમાં તેજીને વેગ આપ્યો છે. આનાથી રોકાણકારોએ ખરીદી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. શેરબજારમાં તેજીથી રોકાણકારોને ₹5 લાખ કરોડથી વધુનો ફાયદો થયો છે. BSE બજારમાં વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓને દક્ષિણ ભારત પ્રવાસની તક, રેલવે દ્વારા વિશેષ ટ્રેન શરુ












