ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભાજપના સાંસદે દત્તક લીધેલું ગામ “વિકાસ”ને શોધે છેઃ દર્દીઓને હોસ્પિટલ લઈ જવાની સુવિધા પણ નથી!

રાંચી, 30 ઓગસ્ટ, 2025ઃ The village adopted by the BJP MP seeks “development” ઝારખંડના એક કામ પલામુ Palamuનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સરકાર જ્યાં વિકાસના ગુણગાન ગાવામાં થાકતી નથી, ત્યાં વાસ્તવિક હકીકત કંઈક અલગ હોય છે. ઘણી વખત આપણને લાગે છે કે સરકાર વિકાસની ગંગા વહાવી રહી છે. ત્યારે કોઈ ગ્રામીણ વિસ્તારમાંથી એવા સમાચાર આવે છે જે સરકારના વિકાસની પોલ ખોલી દે છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ પલામુ જિલ્લાના રાજખાડ ગામમાં 55 વર્ષીય ધનેશ્વરી દેવીની અચાનક તબિયત ખરાબ થયા પછી ગ્રામવાસીઓએ તેમને ખાટલા પર સુવડાવીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. જે માટે તેમણે વહેતી નદીને પાર કરવી પડી હતી. અહીં વર્ષોથી પુલ ન હોવાથી ગ્રામીણોને મુખ્ય રસ્તા સુધી પહોંચવામાં કાયમ મુશ્કેલી પડે છે. આ ગામમાંથી નીકળવાનો આ એક જ રસ્તો છે, જ્યાંથી બાળકો પણ શાળા જાય છે.

અખિલેશ યાદવ આજે રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રામાં જોડાશે, સપા પ્રમુખ ક્યાં પહોંચ્યા?

આશ્ચર્યની વાત એ છે કે, આ એ જ ગામ છે જેને પલામુના ભાજપના સાંસદ વીડી રામે આદર્શ પંચાયત તરીકે દત્તક લીધું છે. પરંતુ હકીકત એ છે કે અહીં આજે પણ લોકો દર્દીઓને ખાટલામાં સુવડાવીને હોસ્પિટલ લઈ જવા મજબૂર છે. અહીંના લોકો શિક્ષણ આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓથી પણ વંચિત છે. ગામમાં કોઈ મોટું વાહન આવવું પણ મુશ્કેલ છે.

ગામના એક અગ્રણી સુનીલ રામે મીડિયાને કહ્યું કે આઝાદીના 78 વર્ષ પછી પણ આ પંચાયત મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. અહીં ન તો પાકી સડક છે, ના પુલ. ગ્રામીણોને આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત જરૂરિયાતો માટે પણ વલખાં મારવાં પડે છે. બાળકોને શાળા જવા માટે અને દર્દીઓને હોસ્પિટલ પહોંચવા માટે નદી પાર કરવી પડે છે. આ કોઈ સામાન્ય નદી નથી, પરંતુ વરસાદના દિવસોમાં આ નદીમાં ખૂબ ભારે પ્રવાહ હોય છે, જે ગામને બાકીની દુનિયાથી સંપૂર્ણપણે કાપી દે છે.

ભારતમાં CNG નેટવર્કનો વિસ્તાર, 2030 સુધીમાં 18000 સ્ટેશનો બનાવવાનું લક્ષ્ય

ચોમાસામાં અહીંની સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે. નદીમાં પાણી વધતાં જ ગામનો સંપર્ક બાકીની દુનિયાથી તૂટી જાય છે. એવા સમયમાં લોકો દવા લેવા જઈ શકતા નથી, બાળકો પણ શાળાએ જઈ શકતા નથી. કટોકટીની સ્થિતિમાં દર્દીને ખાટલામાં સુવડાવીને  લઈ જવા પડે છે. ઘણી વખત આ વિલંબને કારણે લોકો જીવ પણ ગુમાવે છે.

ભાજપના સાંસદ વીડી રામે આદર્શ પંચાયત તરીકે દત્તક લીધું છે પરંતુ આદર્શનો અર્થ શું માત્ર કાગળો પર વિકાસ બતાવવો છે? હકીકત એ છે કે ગ્રામવાસીઓ આજે પણ તેમના પૂર્વજો જેવું જીવન જીવવા મજબૂર છે. ગ્રામવાસીઓનું કહેવું છે કે તેમણે આ સમસ્યા અંગે ઘણી વખત સરકાર અને નેતાઓ સમક્ષ રજૂઆત કરી છે પરંતુ દર વખતે તેમને માત્ર આશ્વાસન જ મળ્યું છે. પરિણામે લોકો આજે પણ જોખમી રસ્તાઓથી પસાર થતા હોય છે.

ફરી ચર્ચામાં આવ્યા ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પેન્શન માટે કરી અરજી કેટલું મળશે પેન્શન?

Back to top button