ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાંચી: વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, વિધાનસભા તરફ કૂચ; ભાજપના નેતાઓની અટકાયત

રાંચી: ઝારખંડના રાંચીમાં લાંબા સમયથી ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલને આજે ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. આજે સવારથી જ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વિધાનસભાનો ઘેરાવ કરવા માટે નીકળી પડ્યા છે. આંદોલનને જોતાં વિધાનસભાની ચારેય તરફ લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. જોકે વિદ્યાર્થીઓએ કેટલાક બેરિકેડ ઓળંગીને વિધાનસભા તરફ કૂચ કરી રહ્યા છે.

ભાજપના નેતાઓની અટકાયત

બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આજે જ ધરણાં પર બેઠા હતા. ભારે સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરીને ભાજપના પ્રદેશ પ્રમુખ આદિત્ય સાહૂ સહિત અનેક વરિષ્ઠ નેતાઓની અટકાયત કરવામાં આવી છે. રાંચીના એસપીએ પોલીસ જવાનોને ધીરજ રાખવા હાંકલ કરી છે, જેથી જંતર-મંતર જેવી સ્થિતિનું નિર્માણ ન થાય. પોલીસે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ રીતે કૂચ કરવાની અપીલ કરી છે. પોલીસની તૈયારી છે કે વિધાનસભા તરફ કૂચ કરી રહેલા વિદ્યાર્થીઓને ફરીથી ધરણાં સ્થળ તરફ લઈ જવામાં આવે.

વિધાનસભા આસપાસ 6 સ્તરની સુરક્ષા

વિદ્યાર્થીઓ વિધાનસભા તરફ કૂચ કરી રહ્યા છે ત્યારે ત્યાં સુધીના રસ્તામાં પોલીસે 6 જગ્યાએ બેરિકેડિંગ કર્યું છે. લાંબા સમયથી વિદ્યાર્થીઓની માંગ સાથે ઉપવાસ કરી રહેલા દેવેન્દ્ર મહતો પણ એમ્બ્યુલન્સમાં સવાર થઈને વિધાનસભા તરફ રવાના થઈ ગયા છે.

સરકારનું વલણ: મોટા ભાગની માંગ સ્વીકારી

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની સરકારના મંત્રી યોગેન્દ્ર પ્રસાદે આરોપ લગાવ્યો છે કે વિદ્યાર્થીઓના આંદોલનમાં ભારતીય જનતા પાર્ટી પડદાં પાછળથી બેટિંગ કરી રહી છે. ભાજપ વિદ્યાર્થીઓના આંદોલનને હાઈજેક કરવા માંગે છે.

ઝારખંડના અન્ય એક મંત્રી સુદિવ્ય સોનુએ કહ્યું છે કે સરકારે હાઈ લેવલ સમિતિ બનાવીને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહી છે. તેમની મોટા ભાગની માંગ સ્વીકારી લેવામાં આવી છે.

સીબીઆઈ તપાસના મુદ્દે પેચ

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ આદિત્ય સાહુએ કહ્યું છે કે મુખ્યમંત્રી સોરેને સ્પષ્ટ કરવું જોઈએ છે કે તેઓ વિદ્યાર્થીઓને ન્યાય આપવા માંગે છે કે નહીં. વિદ્યાર્થીઓની માંગ છે કે સમગ્ર મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ, તો તેમાં વાંધો શું છે? મુખ્યમંત્રી કોંગ્રેસ પાર્ટીના કહેવામાં આવી ગયા છે.

આ પણ વાંચો: સુરત સિવિલમાં રેસિડન્ટ ડૉક્ટરનો આપઘાત: સિનિયરો દ્વારા રેગિંગનો ઘટસ્ફોટ

Back to top button