અભિષેક બેનર્જીની Stolenનું ટીઝર રુંવાડા ઊભા કરી દેશે, જાણો રીલીઝ ડેટ

- અભિષેક બેનર્જીની મોસ્ટ અવેઈટેડ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ Stolenનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં અભિષેક બેનર્જીનું પાત્ર તેની પાછલી ફિલ્મો કરતા બિલકુલ અલગ છે
HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડ અભિનેતા Abhishek Banerjeeની મોસ્ટ અવેઈટેડ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ Stolenનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં અભિષેક બેનર્જીનું પાત્ર તેની પાછલી ફિલ્મો કરતા બિલકુલ અલગ છે. કરણ તેજપાલ દ્વારા નિર્દેશિત, આ ફિલ્મમાં અનુરાગ કશ્યપ, કિરણ રાવ, નિખિલ અડવાણી અને વિક્રમાદિત્ય મોટવાને પણ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે જોડાયા છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને વિશ્વભરના ઘણા ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રશંસા મળી છે.
સોમવાર, 26 મેના રોજ, ફિલ્મનું ટીઝર પ્રાઈમ વિડિયોની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. પ્રાઈમ વિડિયોએ તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે એક ગુમ થયેલ બાળક અને સમય સામે રોમાંચક દોડ. ફિલ્મ 4 જૂને પ્રાઈમ વિડીયો પર રિલીઝ થઈ રહી છે.
View this post on Instagram
ટીઝર જોઈને તમારા રુંવાડા ઊભા જશે
ફિલ્મનું ટીઝર 52 સેકન્ડ લાંબુ છે અને એક માણસના અવાજથી શરૂ થાય છે જે કહે છે, “આ વિસ્તારમાં એક ગાઢ પડછાયો છે, ભગવાન કોઈ કારણસર ગુસ્સે છે. લોકો ગુસ્સાથી ભરેલા છે, જે ગમે ત્યારે ફાટી શકે છે.” આ 52 સેકન્ડના ટીઝરમાં જબરદસ્ત એક્શન અને રક્તપાત જોવા મળે છે. એટલું જ નહીં, ફિલ્મના મુખ્ય અભિનેતા અભિષેક બેનર્જી લોહીથી લથપથ અધમુઈ હાલતમાં જોવા મળે છે.
ફિલ્મ ક્યારે અને ક્યાં જોઈ શકાશે
આ ફિલ્મ 4 જૂને OTT પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મનું દિગ્દર્શન કરણ તેજપાલ દ્વારા કરવામાં આવ્યું છે અને વાર્તા બે ભાઈઓની આસપાસ ફરે છે. ફિલ્મની વાર્તા માત્ર રોમાંચ અને રહસ્યથી ભરેલી નથી, પરંતુ તે માનવ લાગણીઓના ઊંડા સ્તરને દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ પહેલીવાર 2023માં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ આ ફિલ્મે બર્લિનથી મુંબઈ સુધીના અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર દર્શકો અને વિવેચકોનું ધ્યાન ખેંચ્યું હતું. હવે આ બહુપ્રતિક્ષિત ફિલ્મ ભારતીય દર્શકો સમક્ષ રજૂ કરવા માટે તૈયાર છે.
આ પણ વાંચોઃ પ્રીતિ તૂને દિલ છૂ લિયા! ઓપરેશન સિંદૂર બાદ શહીદોના પરિવારને આપ્યું ₹ 1 કરોડનું દાન
આ પણ વાંચોઃ મીઠી નદીનું સફાઈ કૌભાંડ ડિનો મોરિયા સુધી ફેલાયું, ₹ 65 કરોડના સ્કેમમાં પૂછપરછ












