AAPની ફરિયાદ બાદ વિસાવદર વિધાનસભાના કેટલા બુથ પર ફરી મતદાન થશે?

વિસાવદર 20 જૂન 2025: ગુજરાતના વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં એક મહત્વપૂર્ણ વિવાવદ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે, ચૂંટણી પંચે વિસાવદરના બે બૂથ પર પુનઃ મતદાન કરવાનો નિર્ણય લીધો છે. આ બંને બૂથ પર આવતીકાલે, 21 જૂન,2025ના રોજ, ફરીથી મતદાન યોજાશે.
કેટલા બૂથ પર ફરી મતદાન?
AAPએ ચૂંટણી પંચ સમક્ષ નવા વાઘણિયા ગામના બૂથ નંબર 111 અને માલીડા ગામના બૂથ નંબર 86 ખાતે બૂથ કેપ્ચરિંગ અને બોગસ મતદાન થયા હોવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદને ગંભીરતાથી લઈને ચૂંટણી પંચે તપાસ હાથ ધરી હતી અને તેના આધારે પુનઃ મતદાનનો આદેશ કર્યો છે.

ક્યારે યોજાશે મતદાન?
ચૂંટણી પંચના આ નિર્ણયથી લોકશાહી પ્રક્રિયાની પારદર્શિતા જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવતીકાલે સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધી આ બંને ગામના બૂથ પર ફરીથી મતદાન યોજાશે. હવે વિસાવદર પેટાચૂંટણીના પરિણામો પર શું અસર કરશે તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો: ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાની તારીખ જાહેર જૂઓ ક્યારે યોજાશે પરીક્ષા?












