કચ્છ - સૌરાષ્ટ્રટોપ ન્યૂઝ

મોરબીમાં ફરી કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે સરકારે લીધો મોટો નિર્ણય

Text To Speech

મોરબીના બ્રિજ અકસ્માતથી ઘેરાયેલી ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. મોરબીમાં મચ્છુ નદી પરનો બીજો ડેમ સમારકામ માટે ખાલી કરવામાં આવશે. મચ્છુ-2 ડેમના નિરીક્ષણ બાદ સરકારે આ નિર્ણય લીધો છે. ડેમના પાંચ દરવાજા નબળા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આવી સ્થિતિમાં હવે ડેમને સમારકામ માટે ખાલી કરવામાં આવશે. મચ્છુ-2 મોરબી જીલ્લાનો સૌથી મોટો ડેમ છે. મચ્છુ નદી પર કુલ બે ડેમ છે. મચ્છુ-3 ડેમ સૌપ્રથમ 1959માં નદી પર બાંધવામાં આવ્યો હતો. આ પછી 1972માં મચ્છુ-2નું નિર્માણ થયું, પરંતુ 1979માં મચ્છુ-2 બંધ તૂટી ગયો હતો. આ પછી મોરબીમાં ભારે તારાજી સર્જાઈ હતી. આને માનવસર્જિત ટ્રેજેડી ગણવામાં આવી હતી. જેમાં સેંકડો લોકોના મોત થયા હતા. ઘણા લોકો ગુમ થઈ ગયા હતા. આ પછી મચ્છુ-2 ડેમ ફરીથી બનાવવામાં આવ્યો.

આ પણ વાંચો : શુક્રવારે સાંજે ગુજરાતની જેલોમાં થયેલ સરપ્રાઈઝ ચેકિંગમાં શું મળ્યું ? જાણો સંપૂર્ણ વિગત
મોરબી - Humdekhengenewsમળતી માહિતી મુજબ મોરબીના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે જ્યારે મચ્છુ-2 ડેમ ખાલી કરવામાં આવશે. 1979માં મચ્છુ ડેમ તૂટયા બાદ તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ડેમમાં કુલ 20 દરવાજા બનાવવામાં આવ્યા હતા. જેમાંથી 18 જૂના દરવાજા યથાવત રાખવામાં આવ્યા હતા. ડેમ ખાલી કરવાની કામગીરી 15 એપ્રિલથી શરૂ થશે. આ માટે ડેમનું પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવશે. આ ઉપરાંત આજી ડેમમાં પણ થોડું પાણી છોડવામાં આવશે. પાંચ દરવાજાનું સમારકામ કરવામાં આવશે, બાકીના દરવાજાને મજબૂત કરવામાં આવશે.મોરબી - Humdekhengenewsડેમ ખાલી થવાની સ્થિતિમાં મોરબીને પાણી પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સમારકામમાં એક મહિનાનો સમય લાગવાની અપેક્ષા છે. આ દરમિયાન મોરબીની પાણીની સમસ્યાને પહોંચી વળવા નર્મદામાંથી પાણી આપવામાં આવશે. છેલ્લા ત્રણ દાયકાથી મોરબીની તરસ આ મચ્છુ-2 ડેમ દ્વારા છીપવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર વરસાદની મોસમ પહેલા ડેમને ફરીથી પાણીનો સંગ્રહ કરવા માટે તૈયાર કરવામાં આવશે. મચ્છુ-2 ડેમ મોરબી ઉપરાંત આસપાસના ખેડૂતોને પાણી પૂરું પાડે છે. ડેમના દરવાજાનું સમારકામ કરતા પહેલા ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા માટેની વૈકલ્પિક પદ્ધતિઓ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

Back to top button