ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

આજથી ગુજરાતમાં વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ, જાણો કેવી રીતે થશે કામ

Census 2027 begins: આજથી એટલે કે 1 જૂન 2026થી ગુજરાતમાં વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાની ઔપચારિક શરૂઆત થઈ ગઈ છે. આ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ એન્ડ હાઉસિંગ સેન્સસ (HLO) હાથ ધરવામાં આવશે, જે 30 જૂન 2026 સુધી ચાલશે.

રાજ્યના વસ્તી ગણતરી વિભાગે જણાવ્યું છે કે આ વખતે સમગ્ર પ્રક્રિયા પૂર્ણપણે ડિજિટલ બનાવવામાં આવી છે. ગુજરાતમાં આ તબક્કા માટે 1.10 લાખથી વધુ ગણતરીકારો અને સુપરવાઈઝર્સની તૈનાતી કરવામાં આવી છે. આ ટીમો રાજ્યના તમામ ૩૫ જિલ્લાઓ, 17 મ્યુનિસિપલ કોર્પોરેશનો, નગરપાલિકાઓ અને ગામડાઓમાં ઘરેઘરે જઈને માહિતી એકત્ર કરશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પ્રથમ તબક્કામાં શું માહિતી એકત્ર થશે?

આ તબક્કામાં મકાનની યાદી, મકાનની સ્થિતિ, પાણી, વીજળી, રસ્તા, શૌચાલય, રસોડું, ઇંધણ જેવી મૂળભૂત સુવિધાઓની વિગતો એકત્ર કરવામાં આવશે. સાથે જ જાતિ ગણતરી (Caste Census) પણ આ તબક્કામાં જ કરવામાં આવશે.

નાગરિકોને સ્વ-ગણતરીની સુવિધા પણ આપવામાં આવી હતી. 17 મે થી 31 મે સુધી ઓનલાઈન પોર્ટલ પર ઘરે બેસીને માહિતી આપવાનો વિકલ્પ હતો.

બીજો તબક્કો:

ફેબ્રુઆરી ૨૦૨૭માં વ્યક્તિગત વિગતો જેમ કે નામ, ઉંમર, લિંગ, શિક્ષણ, વ્યવસાય અને સ્થળાંતરની માહિતી એકત્ર કરવામાં આવશે.

આ વસ્તી ગણતરી 2011 પછી 16 વર્ષે થઈ રહી છે. આ ડેટાનો ઉપયોગ સરકારી યોજનાઓ, બજેટ વહેંચણી, આરક્ષણ અને વિકાસ કાર્યો માટે થશે.

નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ગણતરીકારોને સંપૂર્ણ સહકાર આપે અને સાચી માહિતી આપે. ગણતરીકારોની ઓળખપત્ર તપાસવું જરૂરી છે.

આ પણ વાંચો : VIDEO: IPL જીત્યા બાદ વિરાટ-અનુષ્કાએ ફ્લોર પર જબરદસ્ત ડાન્સ કર્યો, કૃણાલ પંડ્યાએ ભાંગડા કર્યા

Back to top button