ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરતમાં રોગચાળાએ ભરડો લીધો, સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બેડ પણ ખૂટી ગયા

  • 200 બેડની વ્યવસ્થાવાળા બાળકોના વોર્ડમાં તમામ બેડ ફુલ
  • રોગચાળાના કારણે બે યુવાનોના મોતની ખબર પણ સામે આવી
  • શહેરમાં દરરોજ 250થી લધુ ઓપીડીના કેસ સામે આવી રહ્યા છે

વરસાદી વાતાવરણને લઈને રાજ્યભરમાં રોગચાળો વધ્યો છે. જેમાં અમદાવાદ, જામનગર, વડોદરા જેવા જિલ્લાઓમાં પણ આ જ સમસ્યા જોવા મળી રહી છે એવામાં સુરતમાં તો જાણે રોગચાળાએ ભરડો લીધો છે.

200 બેડની વ્યવસ્થાવાળા બાળકોના વોર્ડમાં તમામ બેડ ફુલ

શહેરમાં રોગચાળો એટલો વધ્યો છે કે, સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બેડ પણ ખૂટી ગયા છે. જેના એક બેડ પર બે બાળકોને સુવડાવવાની ફરજ પડી હતી. 200 બેડની વ્યવસ્થાવાળા બાળકોના વોર્ડમાં તમામ બેડ ફુલ થઈ ગયા છે. આ દરમિયાન રોગચાળાના કારણે બે યુવાનોના મોતની ખબર પણ સામે આવી છે.

શહેરમાં દરરોજ 250થી લધુ ઓપીડીના કેસ સામે આવી રહ્યા છે

શહેરમાં દરરોજ 250થી લધુ ઓપીડીના કેસ સામે આવી રહ્યા છે. બદલાતા વાતાવરણને કારણે સુરતમાં રોગચાળો વકર્યો છે. આ દરમિયાન સિવિલ તંત્રની બેદરકારી સામે આવી રહી છે. જેમાં એક બેડ પર બે બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. સિવિલ દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે રોગચાળો ખતમ થવાને બદલે વધી શકે તેવી આશંકા છે.

બીમાર બાળકોની સંખ્યા સતત વધી રહી છે.

આ વિશે હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું કે, બદલાતા વાતાવરણના કારણે બાળકોમાં બીમારીઓનો દર વધ્યો છે. ચોમાસાની સિઝન દરમિયાન આવા મચ્છરજન્ય રોગો માથું ઊંચકતા હોય છે, એવામાં અનેક જગ્યાએ પાણી ભરાઇ જતા હોવાના કારણે મચ્છરજન્ય રોગો તેમજ ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે. બીમાર બાળકોની સંખ્યા સતત વધી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદ: AMCના સર્વે પ્રમાણે શહેરના રોડ ઉપર 8 હજાર કરતા વધુ દબાણો, જાણો કેટલા વર્ષ જુનુ બાંધકામ હટાવાશે

Back to top button