ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

ધરતી ડગમગી રહી છે! ઓગળતા બરફે વધારી વૈજ્ઞાનિકોની ચિંતા

The earth is shaking! : ગ્લોબલ વોર્મિંગ અને વધતી ગરમીના પ્રભાવ અંગે વૈજ્ઞાનિકોએ એક ચિંતાજનક ખુલાસો કર્યો છે. નવા સંશોધન રિપોર્ટ મુજબ ધ્રુવીય વિસ્તારોમાં ઝડપથી ઓગળી રહેલા બરફના કારણે પૃથ્વીનું વેઈટ બેલેન્સ બદલાઈ રહ્યું છે, જેના પરિણામે પૃથ્વી પોતાની ધરી (Axis) પરથી ધીમે ધીમે ખસી રહી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પરિવર્તન ભવિષ્યમાં પૃથ્વીના પરિભ્રમણ અને વૈશ્વિક પર્યાવરણ પર ગંભીર અસર કરી શકે છે.

બરફ ઓગળવાથી કેવી રીતે બદલાઈ રહ્યું છે પૃથ્વીનું સંતુલન?

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર પૃથ્વી લટ્ટૂની જેમ પોતાની ધરી પર સતત ફરતી રહે છે. જ્યારે કોઈ વસ્તુના એક ભાગનું વજન અચાનક ઘટે અથવા વધે ત્યારે તેનું સંતુલન બદલાય છે. હાલ એવી જ સ્થિતિ પૃથ્વી સાથે સર્જાઈ રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

જલવાયુ પરિવર્તનના કારણે Greenland અને Antarcticaમાં આવેલા વિશાળ હિમનદીઓ ઝડપથી ઓગળી રહ્યા છે. આ બરફ પાણીમાં પરિવર્તિત થઈને સમુદ્રોમાં ફેલાઈ રહ્યો છે, જેના કારણે પૃથ્વીના વિવિધ વિસ્તારોમાં વજનનું વિતરણ બદલાઈ રહ્યું છે.

1995 પછી ઝડપથી બદલાઈ સ્થિતિ

સંશોધન મુજબ વર્ષ 1995 પહેલાં પૃથ્વીના ભૌગોલિક ધ્રુવો દક્ષિણ દિશામાં ધીમે ધીમે સરકી રહ્યા હતા. પરંતુ બરફ ઓગળવાની પ્રક્રિયા તેજ બનતાં ધ્રુવોની ગતિ અને દિશામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર 1995થી 2020 દરમિયાન ધ્રુવોના ખસવાની સરેરાશ ગતિ 1981થી 1995ની સરખામણીએ લગભગ 17 ગણી વધી ગઈ છે. હાલ પૃથ્વી દર વર્ષે થોડા સેન્ટીમીટર પોતાની મૂળ ધરીથી દૂર ખસી રહી છે.

વૈજ્ઞાનિકો કેમ ચિંતિત છે?

નિષ્ણાતોનું કહેવું છે કે આ પરિવર્તન તરત કોઈ વિનાશકારી અસર નહીં કરે, પરંતુ લાંબા ગાળે પૃથ્વીના પરિભ્રમણ, સમય માપન પ્રણાલી, સેટેલાઇટ નેવિગેશન અને હવામાનના પેટર્ન પર અસર પડી શકે છે.

વૈજ્ઞાનિકો સતત ચેતવણી આપી રહ્યા છે કે જો ગ્લોબલ વોર્મિંગની ગતિને નિયંત્રિત કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં હિમનદીઓના વધુ ઝડપી ઓગળવાથી પર્યાવરણ અને માનવ જીવન સામે નવા પડકારો ઊભા થઈ શકે છે.

ગ્લોબલ વોર્મિંગ સામે પગલાં લેવાની જરૂર

પર્યાવરણ નિષ્ણાતોનું માનવું છે કે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો, સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ જેવા પગલાં દ્વારા જલવાયુ પરિવર્તનની અસરને ઓછી કરી શકાય છે. નહીં તો આવનારા વર્ષોમાં પૃથ્વીના કુદરતી સંતુલનમાં વધુ મોટા ફેરફારો જોવા મળી શકે છે.

આ પણ વાંચો : અમેરિકામાં ગુજરાતી મહિલા મેઘના પટેલની ગોળી મારી હત્યા

Back to top button