ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવર્લ્ડ

અમેરિકામાં ગુજરાતી મહિલા મેઘના પટેલની ગોળી મારી હત્યા

Gujarati woman shot dead :અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની વતની મેઘના પટેલની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાના સમાચાર મળતા જ તેમના વતન જંત્રાલ ગામ તેમજ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

માહિતી અનુસાર, મેઘના પટેલ વર્ષોથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી હતા. ઘટનાના દિવસે એક અજાણ્યો શખ્સ તેમના કાર્યસ્થળે પહોંચ્યો હતો અને અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો. ફાયરિંગમાં મેઘના પટેલને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે.

CCTV ફૂટેજમાં શું સામે આવ્યું?

ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં એક શખ્સ ગ્રાહકના વેશમાં દુકાનમાં પ્રવેશતો જોવા મળે છે. તેણે ટ્રેકસૂટ, જેકેટ, હાથમાં મોજાં, ચહેરા પર માસ્ક અને માથે ટોપી પહેરી હોવાથી તેની ઓળખ કરવી મુશ્કેલ બની છે.

ફૂટેજ મુજબ, શખ્સે દુકાનમાં પ્રવેશ કર્યા બાદ મેઘના પટેલ સાથે થોડાક સમય વાતચીત કરી હતી. ત્યારબાદ તેણે અચાનક ફાયરિંગ કર્યું હતું. ઘટના બાદ તે કાઉન્ટર નજીકથી કેટલીક વસ્તુઓ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પોલીસ તપાસમાં વ્યસ્ત

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરીને તપાસ શરૂ કરી હતી. હુમલાખોરની ઓળખ અને ધરપકડ માટે વિશેષ તપાસ ટીમોની રચના કરવામાં આવી છે. CCTV ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

અગાઉ પણ ગુજરાતી મહિલાની હત્યા થઈ હતી

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં પણ અમેરિકામાં એક ગુજરાતી મહિલાની હત્યાની ઘટના સામે આવી હતી. આનંદ જિલ્લાના બોરસદ તાલુકાના સિસ્વા ગામની વતની કિરણબેન પટેલની સાઉથ કેરોલીનામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓ ગેસ સ્ટેશન અને સ્ટોરનું સંચાલન કરતા હતા. લૂંટના પ્રયાસ દરમિયાન થયેલા હુમલામાં તેમનું મૃત્યુ થયું હતું.

તાજેતરની ઘટનાએ ફરી એકવાર વિદેશમાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમુદાયની સુરક્ષાને લઈને ચિંતા વધારી છે. પોલીસ દ્વારા મેઘના પટેલ હત્યા કેસની તપાસ ઝડપથી આગળ ધપાવવામાં આવી રહી છે અને આરોપીની શોધખોળ ચાલુ છે.

આ પણ વાંચો : હિતેશ બારોટ બન્યા અમદાવાદના મેયર: ડે.મેયર અંજુ શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા કમલેશ પટેલ

Back to top button