લોસ એન્જેલસમાં ગેરકાયદે વસાહતીઓ બેકાબુઃ ટ્રમ્પ સરકારે હવે લીધું આ પગલું

લોસ એન્જેલસ, 10 જૂન, 2025: Los Angeles Riots અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓ દ્વારા સતત ચોથા દિવસે પણ હિંસક તોફાનો ચાલુ રહેતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે આકરાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. લોસ એન્જલસમાં તણાવ સતત વધી રહ્યો છે. ટ્રમ્પ સરકારના એક્શન બાદ વિરોધ પ્રદર્શન હવે ખૂબ જ આક્રમક બની ગયું છે. આ દરમિયાન પ્રમુખ ટ્રમ્પે નેશનલ ગાર્ડ્સને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ગેરકાયદે વસાહતીઓની હિંસાખોરી બાદ 700 મરીનની અસ્થાયી તૈનાતીનો આદેશ આપ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે જણાવ્યું કે પ્રદર્શનકારીઓ હિંસા બંધ નહીં કરે તો જ તેમની સાથે કડકાઈથી કામ લેવામાં આવશે. ટ્રમ્પે કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમને ધરપકડ કરવાની ધમકી પણ આપી છે.
ગેરકાયદે વસાહતીઓ તેમજ તેમની સાથે ભલી ગયેલા બીજા તત્વોએ લોસ એન્જલસમાં સ્ટોર્સમાં લૂંટફાટ કરવાનું પણ શરૂ કર્યું છે. આ સંજોગોમાં હવે માત્ર નેશનલ ગાર્ડ્સ (સામાન્ય પોલીસ)થી કામ ચાલે તેમ નથી, તેથી ટ્રમ્પ સરકારે યુએસ આર્મીના લગભગ 700 મરીનને લોસ એન્જલસની શેરીઓમાં ઉતાર્યા છે. આ મરીન નેશનલ ગાર્ડ્સ સાથે મળીને કામ કરશે. પ્રમુખ ટ્રમ્પ દ્વારા પ્રદર્શનકારીઓ સામે શક્તિ પ્રદર્શન પર ડેમોક્રેટ્સ દ્વારા તેમનો રાજકીય વિરોધ થઈ રહ્યો છે જે મરીન બટાલિયનની તૈનાતીથી વધુ વધશે.
લોસ એન્જલસમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનો આ ચોથો દિવસ હતો. અહીં એક ડિટેન્શન સેન્ટરની સામે, જ્યાં માઇગ્રન્ટ્સને કેદમાં રાખવામાં આવે છે ત્યાં ઘણા લોકો એકઠા થયા હતા. આ રાષ્ટ્રવિરોધી તોફાનીઓએ આગ લગાવીને કેટલીક ગાડીઓને સળગાવી દીધી હતી. હિંસાખોરોએ શહેરના હાઇવેને પણ જામ કરી દીધો હતો. ગેરકાયદે વસાહતીઓ અને તેમના સમર્થકોને કાબુમાં લેવા પોલીસે ટીયરગેસ સેલ છોડ્યા હતા.
આ પણ વાંચોઃ કેરળના દરિયાકાંઠે સિંગાપોરના જહાજમાં વિસ્ફોટ: 24 કલાકથી સળગી રહી શિપ, સમુદ્રમાં દિલધડક રેસ્ક્યુ
આ પણ વાંચોઃ જગન્નાથપુરીમાં ભવ્ય સ્નાન પૂર્ણિમા, સોનાના 108 કળશથી ભગવાનને સ્નાન કરાવાશે
આ પણ વાંચોઃ ઓપરેશન સિંદૂર: પાકિસ્તાન તરફથી ગોળીબારમાં નુકસાન પામેલા ઘરને ફરીથી બનાવશે મોદી સરકાર
આ પણ વાંચોઃ ક્લાસની છોકરીઓથી ત્રાસી ગયેલા છોકરાઓએ આચાર્યને પત્ર લખ્યો, વાંચીને લોથપોથ થઈ જશો
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>











