ટ્રેન્ડિંગવર્લ્ડ

કુવૈત પર ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલાથી તણાવ વધ્યો, મધ્ય પૂર્વમાં યુદ્ધના ભય વચ્ચે સાયરન ગૂંજ્યા

 Iran’s missile and drone attacks: કુવૈતમાં સોમવારની વહેલી સવારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે ઈરાન તરફથી મિસાઈલ અને ડ્રોન હુમલાના અહેવાલો સામે આવ્યા હતા. હુમલાની આશંકા વચ્ચે સમગ્ર દેશમાં સાયરન વાગવા લાગ્યા હતા, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. સુરક્ષા એજન્સીઓ અને સૈન્ય દળોએ તાત્કાલિક એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરીને સંભવિત ખતરાને પહોંચી વળવા કાર્યવાહી શરૂ કરી હતી.

આ દરમિયાન અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (US CENTCOM) એ પણ ઈરાન વિરુદ્ધ કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી અંગે માહિતી આપી હતી. અમેરિકાના જણાવ્યા અનુસાર, ઈરાને આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ઉડાન ભરી રહેલા અમેરિકન MQ-1 ડ્રોનને તોડી પાડ્યા બાદ જવાબી કાર્યવાહી તરીકે મર્યાદિત હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સેન્ટકોમના નિવેદન મુજબ, અમેરિકી લડાકુ વિમાનોએ ઈરાનના એર ડિફેન્સ સિસ્ટમ, ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન અને હુમલા માટે ઉપયોગમાં લેવાતા ડ્રોનને નિશાન બનાવ્યા હતા. ઈરાનના ગોરુક વિસ્તાર અને કેશ્મ ટાપુ પર આવેલી રડાર અને ડ્રોન કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સુવિધાઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. અમેરિકા આ કાર્યવાહી ને “માપેલી અને મર્યાદિત કાર્યવાહી” તરીકે વર્ણવી રહ્યું છે.

બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ ચર્ચા નિષ્ફળ જતાં મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ઈઝરાયલે લેબનાનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલાઓ તેજ કર્યા છે. મીડિયા અહેવાલો મુજબ, રવિવારે થયેલા હુમલાઓમાં અનેક ઈમારતોને નુકસાન થયું હતું.

મધ્ય પૂર્વમાં વધી રહેલા આ તણાવને કારણે વૈશ્વિક સુરક્ષા, તેલ બજાર અને આંતરરાષ્ટ્રીય રાજનીતિ પર પણ અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : આ દેશે બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર લગાવ્યો પ્રતિબંધ, નિયમના ઉલ્લંઘન પર ચૂકવવો પડશે ભારે દંડ

Back to top button