ટ્રેન્ડિંગ

શોપિંગ એપ્સની ઝંઝટમાંથી મુક્તિ: હવે AI સીધું કરશે Flipkart પરથી સામાનની ખરીદી!

Google : ગૂગલ ભારતમાં ઓનલાઈન શોપિંગને વધુ સરળ બનાવવા માટે એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આના દ્વારા યુઝર્સ ગૂગલ Gemini અને Google Search ના AI Mode પર પ્રોડક્ટ શોધવાની સાથે-સાથે તેને ખરીદી પણ શકશે. કંપનીએ આ માટે Flipkart સાથે ટેસ્ટિંગ શરૂ કર્યું છે, જોકે હાલમાં આ સુવિધા કેટલાક જ યુઝર્સને મળી રહી છે.

ઓનલાઈન શોપિંગ કરનારાઓ માટે ગૂગલ એક નવું ફીચર લાવવાની તૈયારીમાં છે. હવે તમારે કોઈ પ્રોડક્ટ ખરીદવા માટે અલગથી શોપિંગ વેબસાઈટ પર જવાની જરૂર નહીં પડે. ગૂગલ ભારતમાં Gemini અને Google Search ના AI Mode માં એક નવું ‘Buy’ બટન ટેસ્ટ કરી રહ્યું છે. તેની મદદથી યુઝર્સ AI પ્લેટફોર્મ પર જ Flipkart ની પ્રોડક્ટ ખરીદી શકશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ગૂગલનું નવું Buy બટન કેવી રીતે કામ કરશે?

TechCrunch ના રિપોર્ટ મુજબ, Google Gemini અને AI Mode માં Flipkart ની કેટલીક પ્રોડક્ટ્સ સાથે ‘Buy’ બટન દેખાઈ રહ્યો છે. આ બટન પર ક્લિક કર્યા પછી યુઝર્સને અલગ વેબસાઈટ પર મોકલવાને બદલે, તે જ AI ઇન્ટરફેસમાં Flipkart નું ચેકઆઉટ પેજ જોવા મળશે.

આનાથી ગ્રાહક પ્રોડક્ટ શોધવાથી લઈને ખરીદી પૂરી કરવાની પ્રક્રિયા એક જ જગ્યાએ કરી શકશે. જોકે, હાલમાં આ બટન બધા યુઝર્સને દેખાઈ રહ્યું નથી.

કઈ પ્રોડક્ટ્સની ખરીદી કરી શકાશે?

ગૂગલની આ ટેસ્ટિંગમાં હાલમાં સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ એસેસરીઝ જેવી કેટલીક પ્રોડક્ટ્સ સામેલ છે. આ સુવિધા હજુ સુધી તમામ કેટેગરી અને રિટેલર્સ માટે ઉપલબ્ધ નથી. રિપોર્ટ મુજબ, ટેસ્ટિંગ દરમિયાન Amazon ની પ્રોડક્ટ્સ પણ જોવા મળી હતી, પરંતુ તેની સાથે સીધી ખરીદી કરવા માટેનું બટન હાજર નહોતું.

ઓક્ટોબરમાં વધુ યુઝર્સને મળી શકે છે સુવિધા

ગૂગલ ઓક્ટોબરમાં આ શોપિંગ ફીચરનો વ્યાપ વધારી શકે છે. કંપનીની કોશિશ AI ટૂલ્સને માત્ર પ્રોડક્ટ શોધવા અને સૂચનો આપવા પૂરતા મર્યાદિત રાખવાને બદલે ખરીદીની પ્રક્રિયાનો મુખ્ય હિસ્સો બનાવવાની છે.

આ પણ વાંચો: દેશ માટે સારા સમાચાર! ઓગસ્ટમાં ભારતીય ઉદ્યોગોએ પકડી ઝડપ, IIP ગ્રોથ વધીને 8% થયો

ગૂગલે આ જ મહિને જણાવ્યું હતું કે Flipkart ભારતમાં તેના ‘એજન્ટિક’ શોપિંગ અનુભવ સાથે જોડાનાર રિટેલર્સમાં સામેલ છે, જોકે કંપનીએ આ ખાસ ટેસ્ટિંગની જાણકારી આપી નહોતી.

ગૂગલ અને Flipkart વચ્ચે શું છે કનેક્શન

ગૂગલે અગાઉ Universal Commerce Protocol (UCP) રજૂ કર્યું હતું, જેનો હેતુ AI એજન્ટ્સને ખરીદી અને ચેકઆઉટની પ્રક્રિયામાં રિટેલર્સ સાથે કામ કરવાની સુવિધા આપવાનો છે. જોકે, Flipkart ની હાલની ટેસ્ટિંગમાં કઈ ટેકનિકનો ઉપયોગ થઈ રહ્યો છે તે સ્પષ્ટ નથી.

ગૂગલે વર્ષ 2024માં Flipkart માં અંદાજે 350 મિલિયન ડોલરનું રોકાણ કરીને અલ્પમત હિસ્સેદારી પણ ખરીદી હતી. હાલમાં Flipkart તરફથી આ નવી ટેસ્ટિંગ પર કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા આવી નથી.

આ પણ વાંચો: 4 વર્ષ પછી ગુગલનો મોટો એન્ડ્રોઇડ ઇવેન્ટ, આ વખતે શું ખાસ હશે?

Back to top button