ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

વિજય રૂપાણી વગર મતદાન કરવા પહોંચેલા અંજલિબેનની આંખમાં આંસુ આવ્યા

Anjaliben Rupani became emotional :અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સ્વર્ગસ્થ થયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ રાજકોટ મહાનગરપાલિકાની આ પ્રથમ ચૂંટણી છે. આ પ્રસંગે તેમની પત્ની અંજલિબેન રૂપાણી મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા. અગાઉ દરેક ચૂંટણીમાં વિજય રૂપાણી અને અંજલિબેન સાથે મળીને મતદાન કરતા જોવા મળતા હતા, પરંતુ આ વખતે વિજય રૂપાણીની ગેરહાજરી સ્પષ્ટ રીતે અનુભવાઈ હતી. એકલા મતદાન કરવા પહોંચેલા અંજલિબેન રૂપાણી ભાવુક થતા નજરે પડ્યા હતા. તેમના ચહેરા પર દુઃખ અને યાદોની છાપ સ્પષ્ટ દેખાઈ રહી હતી. મતદાન મથકે હાજર લોકો પણ આ દ્રશ્ય જોઈ ભાવુક થયા હતા.

આ પણ વાંચો : Gujarat Election 2026 LIVE: PM મોદીએ કર્યું મતદાન, જામનગરમાં EVM ખોટવાયું, ભરુચમાં વીજળી ગૂલ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button