ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ભારતીય ટી20 ટીમનો નવો વર્લ્ડ રેકોર્ડ: એક વર્ષમાં ફટકાર્યા 400 છગ્ગા

Team India Sets World Record:  ભારતીય ટી20 ટીમે ક્રિકેટ જગતમાં પોતાનું વર્ચસ્વ વધુ એકવાર સાબિત કરી દીધું છે. સતત બે વાર ટી20 વર્લ્ડ કપનું ટાઇટલ જીતનારી ભારતીય ટીમે હવે ક્રિકેટમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝ દરમિયાન ભારતે આ મોટી સિદ્ધિ મેળવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સેડન પાર્ક ખાતે ન્યુઝીલેન્ડ સામે રમાયેલી પાંચમી T20 મેચમાં ભારતીય ટીમને 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર છતાં ભારતીય ટીમે એવું કારનામું કરી બતાવ્યું જે આજ દિન સુધી દુનિયાની કોઈ બીજી ટીમ કરી શકી નથી. ભારતીય ટીમ એક કેલેન્ડર વર્ષ (એક વર્ષ)માં T20 ઇન્ટરનેશનલમાં 400 છગ્ગા ફટકારનારી દુનિયાની પહેલી ટીમ બની ગઈ છે. કિવીઓ વિરુદ્ધ આ મેચમાં ભારતીય બેટરોએ 11 ધમાકેદાર છગ્ગા ફટકારીને 400 છગ્ગાનો આ જાદુઈ આંકડો પાર કર્યો હતો.

અભિષેક, ઇશાન અને સંજુએ દેખાડ્યો દમ

આ વર્ષે 40 મેચોમાં ભારતના બેટરોએ રનો અને છગ્ગાનો એવો વરસાદ વરસાવ્યો કે બાકીની બધી જ ટીમો ઘણી પાછળ રહી ગઈ. આ લિસ્ટમાં બીજા અને ત્રીજા નંબરે રહેલી ઓસ્ટ્રિયા અને વેસ્ટ ઇન્ડિઝની ટીમો (224-224 છગ્ગા) ભારતના આ આંકડાની આસપાસ પણ નથી પહોંચી શકી.

આ પણ વાંચોઃ ‘વોટ ચોરી કરનારને દેશમાંથી ભાગવા નહીં દઇએ…’ રામલીલા મેદાનથી રાહુલ ગાંધીનો હુંકાર

ભારત તરફથી છગ્ગા ફટકારવામાં સૌથી આગળ યુવા આક્રમક ઓપનર અભિષેક શર્મા રહ્યા, જેમણે એકલાએ જ 86 છગ્ગા ફટકાર્યા. તેમના પછી ઇશાન કિશને 60 અને સંજુ સેમસને 50 છગ્ગા ફટકારીને આ રેકોર્ડ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. એટલું જ નહીં, ભારતે આ વર્ષે એકલા ન્યુઝીલેન્ડ સામે જ કુલ 142 છગ્ગા ફટકાર્યા છે, જે કોઈપણ એક વિરોધી ટીમ સામે એક વર્ષમાં લગાવવામાં આવેલા સૌથી વધુ છગ્ગા છે.

કેવો રહ્યો મેચનો માહોલ?

મેચની વાત કરીએ તો 19 રનમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમ મુશ્કેલીમાં દેખાઈ રહી હતી. પરંતુ આ પછી ઇશાન કિશન અને કેપ્ટન શ્રેયસ અય્યરે તોફાની બેટિંગ શરૂ કરી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 93 રનની આતિશી ભાગીદારી નોંધાવી હતી.

ઇશાન કિશને 31 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા. જ્યારે કેપ્ટન શ્રેયસ અય્યરે માત્ર 23 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 50 રનની તૂફાની ઇનિંગ રમી. અંતમાં નમન ધિર (33 રન) અને નીતિશ કુમાર રેડ્ડી (22 રન)એ પણ ઉપયોગી યોગદાન આપ્યું.

જો કે, ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર એડમ મિલ્નેએ ઘાતક બોલિંગ કરતા 19 રન આપીને 4 વિકેટ ઝડપી, જેના કારણે ભારતને 20 ઓવરમાં 191/8 ના સ્કોર પર અટકવું પડ્યું. ત્યારબાદ ન્યુઝીલેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને 7 વિકેટે મુકાબલો પોતાના નામે કરી લીધો.

Back to top button