ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

કરસંબંધિત તકરારોનું જલ્દી થશે સમાધાન, નિર્મલા સિતારમણે આપ્યા કર અધિકારીઓને આ નિર્દેશ

નવી દિલ્હી, 24 જૂન, 2025: નવી દિલ્હી ખાતે તાજેતરમાં યોજાયેલ આવકવેરા મંત્રી, કમિશનરોની એક બેઠકમાં નાણાંમંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યુ હતુ કે લાંબી કર તકરારોનું જલ્દી સમાધાન કરવું જોઇએ. સાથે જલ્દી આવકવેરાનું રિફંડ આપવા બાબતે  પણ કહ્યુ હતું. ઉપરાંત તેમણે તેમણે CPGRAMS અને ઈ-રિડ્રેસલ પ્લેટફોર્મ પર ફરિયાદોના તાત્કાલિક નિરાકરણ પર પણ ભાર મુકતા ફરિયાદોના સ્વરૂપનું વિશ્લેષણ કરીને કાયમી ઉકેલની વ્યૂહરચના તૈયાર કરવા પણ કહ્યું હતું.

નોંધનીય છે આ બેઠકમાં મહેસૂલ વિભાગના સચિવ અરવિંદ શ્રીવાસ્તવ, સીબીડીટીના ચેરમેન રવિ અગ્રવાલ અને સીબીડીટીના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.

કરદાતાના સેવામા ઘણો સુધારો થયો

આ સંમેલનમાં એમ પણ જણાવવામાં આવ્યુ હતુ કે કરદાતા સેવામાં ઘણો સુધારો થયો છે. 17 જૂન 2025 સુધીમાં કુલ 1,60.229 ફરિયાદોમાંથી 1,31,844 (82.28 ટકા) ફરિયાદોનું નિવારણ લાવવામાં આવ્યું છે. નાણાંકીય વર્ષ 2025-26માં અત્યાર સુધીમાં રિફંડમાં 58.04 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે આદેશ પાલન પર રૂ. 23,376 કરોડ અને સુધારા પરના રૂ. 10,496 કરોડના રિફડ જારી કરવામાં આવ્યા છે.

તકરાર નિવારણ અને અપીલ વ્યવસ્થાપન

વિવાદ નિરાકરણ અંગે, નિર્મલા સીતારમણનને જણાવવામાં આવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025-26 માં 5.77 લાખ પડતર અપીલોમાંથી 2.25 લાખ અપીલોનો નિકાલ કરવાનો લક્ષ્યાંક છે. લગભગ 10 લાખ કરોડ રૂપિયાના કેસોનો નિકાલ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. 2024માં વધેલી નાણાકીય મર્યાદા પછી, 4,605 ​​કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. તે જ સમયે, 3120 કેસોમાં અપીલ દાખલ કરવામાં આવી નથી. નાણામંત્રીએ અપીલોના સમયસર નિકાલ પર ભાર મૂક્યો હતો.

અપીલને ઓળખો

નાણામંત્રીએ જે વિભાગીય અપીલોની રકમ તાજેતરમાં નક્કી કરાયેલી નવી મર્યાદા કરતા ઓછી છે તેને ઓળખીને 3 મહિનાની અંદર પાછી ખેંચી લેવામાં આવે તેવો નિર્દેશ આપ્યો છે. આનાથી કોર્ટમાં ઓછા મહત્વપૂર્ણ કેસોની સંખ્યા ઘટશે અને પ્રક્રિયા ઝડપી બનશે.

નવી અપીલ મર્યાદા શું છે?

કેન્દ્રીય બજેટ 2024-25માં જાહેરાત કરવામાં આવી હતી કે કર વિભાગે કર તકરારોમાં અપીલ કરવા માટેની રકમની મર્યાદા વધારી છે. આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ (ITAT)માં અપીલ કરવાની મર્યાદા રૂ.50 લાખથી વધારીને રૂ.60 લાખ કરવામાં આવી છે. તે જ સમયે, હાઇકોર્ટમાં અપીલ કરવાની મર્યાદા રૂ1 કરોડથી વધારીને રૂ.2 કરોડ કરવામાં આવી છે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની મર્યાદા રૂ.2 કરોડથી વધારીને રૂ.5 કરોડ કરવામાં આવી છે.

નવા આવકવેરા બિલ માટે તૈયાર રહો

નાણામંત્રીએ નવા આવકવેરા બિલનો મુસદ્દો તૈયાર કરવા બદલ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના કાર્યની પ્રશંસા કરી હતી. આ બિલ વડા પ્રધાનના કાયદાઓને સરળ અને સ્પષ્ટ બનાવવાના વિઝનને પૂર્ણ કરે છે. નાણામંત્રીએ વિભાગને સંસદ દ્વારા બિલ પસાર થયા પછી દેશભરમાં જાગૃતિ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમો માટે તૈયાર રહેવા જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ એફટીએ પર વ્યાપક વિચાર-વિમર્શ, ઉદ્યોગ હિતોને ધ્યાનમાં રખાશેઃ પિયુષ ગોયલ 

Back to top button