ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

’11 બોમ્બ મૂક્યા છે…’ બોમ્બે હાઇકોર્ટ બાદ હવે તાજને મળી બ્લાસ્ટની ધમકી, પોલીસે હાથ ધરી તપાસ

નવી દિલ્હીઃ 13 સપ્ટેમ્બર, 2025: Delhi Taj Hotel Bomb Threat: દિલ્હીના ચાણક્યપુરીમાં તાજ પેલેસ હોટલ અને કેરળના પ્રખ્યાત પદ્મનાભસ્વામી અને અટ્ટુકલ દેવી મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈ-મેઇલ મળ્યા છે. જોકે, બંને સ્થળોએ તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

પોલીસે હાથ ધરી તપાસ

મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસને તાજ પેલેસને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યા ઈમેલ વિશે માહિતી મળી હતી. મેઇલમાં લખ્યું હતું કે, હોટલમાં 16 બોમ્બ મૂકવામાં આવ્યા છે અને સવારે 11 વાગ્યા સુધીમાં હોટલ ખાલી કરાવી દેજો. હોટલમાં ઘણા VVIP હાજર હતા. તપાસમાં જાણવા મળ્યું કે, આ ધમકી એ જ ઈ-મેઇલ આઈડી પરથી આવી હતી જેમાંથી એક દિવસ પહેલા દિલ્હી હાઇકોર્ટને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. આ મેઇલ સવારે 2 વાગ્યે મોકલવામાં આવ્યો હતો. પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા આખી હોટલની તપાસ કરવામાં આવી હતી પરંતુ કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું. સાયબર સેલ આ મામલાની તપાસ કરી રહ્યું છે.

વળી, કેરળના તિરુવનંતપુરમમાં પદ્મનાભસ્વામી મંદિર અને અટ્ટુકલ દેવી મંદિરને પણ શનિવારે ધમકીભર્યા મેઇલ મળ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, મેઇલમાં કોઈ ચોક્કસ સ્થળનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ સાવચેતી રૂપે, બોમ્બ સ્ક્વોડ અને ડૉગ સ્ક્વોડની મદદથી સમગ્ર મંદિર પરિસરની તપાસ કરવામાં આવી રહી છે. હાલ, બંને સ્થળોએ પરિસ્થિતિ સામાન્ય છે.

પોલીસનું કહેવું છે કે, ધમકીભર્યા મેઇલના મૂળ અને તેની પાછળના હેતુને શોધવા માટે સાયબર તપાસ તેજ કરવામાં આવી છે.

દિલ્હી હાઇકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી

નોંધનીય છે કે, દિલ્હી હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ઇમેલના કેસમાં પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. શુક્રવારે (12 સપ્ટેમ્બર) રાત્રે FIR નોંધાયા બાદ, સાયબર સેલ ઇમેલના સ્ત્રોત અને મોકલનારને ઓળખ કરવામાં લાગી છે. તેવી જ રીતે, મુંબઈની બોમ્બે હાઇકોર્ટમાં ધમકીભર્યો ઇમેલ મળ્યા બાદ પોલીસે પણ કેસ નોંધ્યો છે. ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 353(1) અને 353(2) હેઠળ આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં, અધિકારીઓ ઇમેલની ટેક્નિકલ તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ ઓડિશાના કોરાપુટમાં માર્કેટ કોમ્પ્લેક્સ ધરાશાયી, એકનું મૃત્યુ, અનેક દટાયાની આશંકા

આ પણ વાંચોઃ હિંસા દુર્ભાગ્યપૂર્ણ છે… આપણે મણિપુરને શાંતિ અને વિકાસના માર્ગ પર લઈ જવું પડશે- પીએમ મોદીએ ઇમ્ફાલમાં કહ્યું

Back to top button