ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

7 ખેલાડી જે ભારતની ટી20 વર્લ્ડ કપનો ભાગ હતા, પરંતુ એશિયા કપથી બહાર,,, ત્રણે તો નિવૃત્તિ જાહેર કરી દીધી

નવી દિલ્હી: 7 ઓક્ટબર, 2025: Asia Cup: ભારતીય ક્રિકેટ ટીમ 10 સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યુએઇ સામે એશિયા કપ રમવા જશે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમને આ ટાઇટલ જીતવા માટેની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. જોકે, ટીમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં ટી20 વર્લ્ડ કપ જીતનારી ટીમના સાત મુખ્ય ખેલાડીઓ આ વખતે ટીમનો ભાગ નથી.

ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમે ઘણીવાર 225થી વધુ રન બનાવ્યા છે, જે દર્શાવે છે કે ટીમ મોટા સ્કોરને પણ સરળતાથી હાંસલ કરી શકે છે. પરંતુ તે જીત પછી ટીમમાં ઘણું પરિવર્તન આવ્યું છે.

ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફારો: 7 ખેલાડીઓ બહાર

ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમના સાત ખેલાડીઓ આ વખતે એશિયા કપની ટીમમાં નથી. આમાંથી ત્રણ ખેલાડીઓ- વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. જ્યારે અન્ય ખેલાડીઓની સ્થિતિ આ મુજબ છે:

  • રોહિત શર્મા: ટી20 અને ટેસ્ટમાંથી સંન્યાસ.
  • વિરાટ કોહલી: ટી20 અને ટેસ્ટમાંથી સંન્યાસ.
  • રવિન્દ્ર જાડેજા: ટી20માંથી સંન્યાસ.
  • ઋષભ પંત: પગની ઈજાથી ઝઝૂમી રહ્યા છે (ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં ફ્રેક્ચર થયું હતું).
  • યશસ્વી જાયસ્વાલ: રિઝર્વ ખેલાડી તરીકે સમાવેશ.
  • યુઝવેન્દ્ર ચહલ: ટીમમાં પસંદગી કરાઈ નથી.
  • મોહમ્મદ સિરાજ: ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં સારા પ્રદર્શન બાદ આરામ અપાયો.

એશિયા કપ માટે ભારતની ટીમ

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ છે, જેમાં ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

એશિયા કપ માટે ભારતની ટીમ:

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), હર્ષિત રાણા, રિન્કુ સિંહ.

રિઝર્વ ખેલાડી: યશસ્વી જાયસ્વાલ, પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ અને ધ્રુવ જુરેલ.

આ પણ વાંચો: OMG! નદીમાંથી એકાએક આવ્યો મગર અને મહિલાને ખેંચી ગયો…. લોકો જોતા રહી ગયા

આ પણ વાંચો:અમદાવાદ: સાબરમતી જેલમાં કેદીના મોત મામલે આવ્યો નવો વળાંક

Back to top button