ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયાસ્પોર્ટ્સ

T20 ક્રિકેટનો ઓલિમ્પિકમાં પ્રવેશ, 2028માં છ ટીમ વચ્ચે રમાશે ટુર્નામેન્ટઃ પાકિસ્તાન બાકાત

લોસ એન્જલસ, 10 એપ્રિલ 2025 :   128 વર્ષ પછી ક્રિકેટનું લોસ એન્જલસમાં પુનરાગમન થવાનું હોવાથી 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓલિમ્પિક ગેમ્સમાં છેલ્લી વખત ક્રિકેટ ટુર્નામેન્ટ 1900 માં જોવા મળી હતી. 2028 ઓલિમ્પિક ગેમ્સના આયોજકોએ પુષ્ટિ કરી છે કે મેચો T20 ફોર્મેટમાં રમાશે. આ ઉપરાંત, એવું પણ બહાર આવ્યું છે કે પુરુષ અને મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફક્ત 6 ટીમો જ ભાગ લઈ શકશે.

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ 2028 ગેમ્સ, ક્રિકેટ માટે નિયમો બનાવ્યા છે. ટુર્નામેન્ટ માટે 90 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ઓલિમ્પિક ગેમ્સમાં ફક્ત 6 ક્રિકેટ ટીમો જ ભાગ લઈ શકશે. દરેક ટીમમાં 15 ખેલાડીઓનો સમાવેશ થશે. ક્વોલિફિકેશન પ્રક્રિયા અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી, પરંતુ શક્યતા છે કે યુએસએ ક્રિકેટ ટીમને યજમાન તરીકે સીધી એન્ટ્રી મળી શકે છે.

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

પાકિસ્તાનને બહાર થવાનો ખતરો
જો યુએસએ ટીમ યજમાન તરીકે સીધી ક્વોલિફાય થાય છે, તો ઓલિમ્પિક ગેમ્સ 2028ની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્વોલિફાય થવા માટે પાંચ સ્થાનો ખાલી રહેશે. આવી સ્થિતિમાં, જો ટીમો રેન્કિંગના આધારે ક્વોલિફાય થાય છે, તો પાકિસ્તાન બહાર થઈ શકે છે. હાલમાં, ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ પુરુષોની T20 રેન્કિંગમાં વિશ્વની ટોચની 5 ટીમો છે. પાકિસ્તાન 7મા સ્થાને છે અને દક્ષિણ આફ્રિકા 6ઠ્ઠા સ્થાને છે. મહિલા ટી20 ટીમ રેન્કિંગમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા ટોચના પાંચ સ્થાન પર છે.

ઉલ્લેખનીય છે કે જે પણ દેશ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરે છે, તેની દરેક રમતની ટીમને લાયકાત વિના સીધો પ્રવેશ મળે છે. જોકે, યુએસ ક્રિકેટ ટીમ હજુ સુધી ICC ની પૂર્ણ સભ્ય નથી, તેથી તેને સીધો પ્રવેશ મળશે કે નહીં તે અંગે સસ્પેન્સ છે. બંને સ્થિતિમાં, જો પાકિસ્તાન રેન્કિંગમાં ઉપર નહીં વધે, તો તે બહાર થઈ જશે.

આ પણ વાંચો : વિજય માલ્યાને ઝટકોઃ બ્રિટનમાં ચાલી રહેલા કેસમાં ભારતીય બેન્કોની જીત, વાંચો પૂરી વિગત

Back to top button