ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

મારો દીકરો ખૂબ જ સારો છે, તે ક્યારેય ખોટી સંગતમાં ન પડે: સિડનીમાં આતંકી હુમલો કરનારા શૂટરની માતાનું નિવેદન વાયરલ

સિડની, 15 ડિસેમ્બર 2025: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં થયેલા ગોળીબારમાં અત્યાર સુધીમાં ૧૬ લોકોના મોત થયા છે. રવિવાર (૧૪ ડિસેમ્બર) ના રોજ થયેલા હુમલામાં લગભગ ૪૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એસોસિએટેડ પ્રેસ અનુસાર, આ હુમલો યહૂદી તહેવાર હનુક્કાહ દરમિયાન થયો હતો. એક પિતા અને પુત્રએ આ હુમલો કર્યો હતો. હુમલાખોરોની ઓળખ સાજિદ અકરમ અને નવીદ અકરમ તરીકે થઈ છે. હુમલા બાદ, હુમલાખોરની માતાએ એક નિવેદન સામે આવ્યું છે.

ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે આ હુમલાને ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં સૌથી ખરાબ યહૂદી વિરોધી હુમલો ગણાવ્યો છે. આરોપી, ૫૦ વર્ષીય સાજિદ અકરમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેનો ૨૪ વર્ષીય પુત્ર, નવીદ અકરમ પોલીસ કસ્ટડીમાં છે. ટેલિગ્રાફ અનુસાર, તેની માતા, વેરેના અકરમે કહ્યું, “મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેણે આતંકવાદી હુમલો કર્યો છે. મારો પુત્ર ખૂબ જ સારો છે. તે દારૂ પીતો નથી કે ધૂમ્રપાન કરતો નથી. તે ક્યારેય ખરાબ સંગતમાં રહ્યો નથી.”

શું પાકિસ્તાન આતંકવાદી હુમલા પાછળ છે?

ઓસ્ટ્રેલિયાના એક ઇસ્લામિક સેન્ટરની સોશિયલ મીડિયા પોસ્ટમાં ખુલાસો થયો છે કે નવીદે 2022 માં પોતાનો ધાર્મિક અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અલ-મુરાદ ઇસ્લામિક ઇન્સ્ટિટ્યૂટના વડા આદમ ઇસ્માઇલે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. ડેઇલી મેઇલના એક અહેવાલ મુજબ, હુમલા પછી પોલીસ શંકાસ્પદોના ઘરે તપાસ કરવા પહોંચી હતી, પરંતુ આસપાસના લોકોએ તેમને ઘેરી લીધા હતા અને તપાસમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓસ્ટ્રેલિયન તપાસ એજન્સીઓ આતંકવાદી હુમલા સાથે પાકિસ્તાની જોડાણની પણ તપાસ કરી રહી છે. હુમલાખોર મૂળ પાકિસ્તાનનો છે.

આતંકવાદીની માતા વેરેનાએ શું ખુલાસો કર્યો?

મીડિયા સાથે વાત કરતા, નવીદની માતા વેરેનાએ કહ્યું કે તેનો પુત્ર કડિયાકામ કરતો હતો પરંતુ હાલમાં બેરોજગાર હતો. નવીદના પિતા ફળો વેચતા હતા. આતંકવાદી હુમલો કરતા પહેલા, પિતા અને પુત્ર માછીમારી કરવા જઈ રહ્યા હોવાનું કહીને ઘરેથી નીકળી ગયા હતા.

આ પણ વાંચો: ખાલી મકાનમાં એક યુવતી સાથે 5 યુવકો ઘૂસી ગયા, ગામ લોકોએ કઢંગી હાલતમાં પકડી પાડ્યા

Back to top button