‘આ તે શું કર્યું?’ સુરેશ રૈનાના સંન્યાસ પર ચોંક્યા ધોની, વર્ષો બાદ દિગ્ગજે ખોલ્યું રહસ્ય

Suresh Raina: ભારતીય ક્રિકેટ ટીમ માટે લાંબા સમય સુધી મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાએ ઘણી યાદગાર ઇનિંગ્સ રમી છે. ભારતીય ક્રિકેટમાં ખેલાડીઓ વચ્ચે ઘણી ગાઢ મિત્રતા જોવા મળી છે, પરંતુ મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાની દોસ્તી સૌથી ખાસ માનવામાં આવે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મેદાનની અંદર અને બહાર બંને વચ્ચેનો ગાઢ સંબંધ હંમેશા ચર્ચામાં રહ્યો છે. આ બંનેએ મળીને ભારત અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને ઘણી સરસ જીત અપાવી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ ધોનીને પ્રેમથી ‘થાલા’ અને સુરેશ રૈનાને ‘ચિન્ના થાલા’ કહીને બોલાવે છે.
15 ઓગસ્ટ 2020 ની એ સાંજ કદાચ જ કોઈ ભારતીય ક્રિકેટ ફેન ભૂલી શકે. આ એ જ દિવસ હતો જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટને હંમેશા માટે અલવિદા કહી દીધું હતું. પરંતુ ફેન્સને બમણો આંચકો ત્યારે લાગ્યો જ્યારે તેની થોડી જ મિનિટો પછી તેના પાકા મિત્ર સુરેશ રૈનાએ પણ નિવૃત્તિની જાહેરાત કરી દીધી.
રૈનાના નિર્ણયથી ધોની થયો હતો આશ્ચર્યચકિત
હવે વર્ષો પછી સુરેશ રૈનાએ તે દિવસની યાદો તાજી કરતા ઘણા રસપ્રદ ખુલાસા કર્યા છે. પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરા સાથેની વાતચીત દરમિયાન રૈનાએ જણાવ્યું કે જ્યારે તેણે ધોનીને પોતાની નિવૃત્તિ વિશે જણાવ્યું તો માહીનું રિએક્શન કેવું હતું. રૈનાએ જણાવ્યું કે રિટાયરમેન્ટ લેવાનો નિર્ણય સંપૂર્ણપણે તેનો પોતાનો હતો. જ્યારે તેણે આ વાત ધોનીને કહી તો માહી પણ એકદમ ચોંકી ગયો હતો. ધોનીના મોંમાંથી અચાનક નીકળી ગયું – “આ તે શું કર્યું?”
આ પણ વાંચોઃ 14,800 પ્લાસ્ટિક બોટલોથી ઊભું કર્યું 5 બેડરૂમનું ડુપ્લેક્સ, નાઈજીરિયન એન્જિનિયરનું અનોખું કારનામું
રૈનાએ પોતાની વાત સમજાવતા કહ્યું કે દેશ માટે આટલા વર્ષો સુધી રમ્યા પછી તેને લાગ્યું કે હવે રોકાવાનો સમય આવી ગયો છે. એક ખેલાડી હંમેશા ક્રિકેટને પોતાનું 100% આપે છે, પરંતુ જિંદગીમાં એક સમય એવો પણ આવે છે જ્યારે તમારે પોતાના પરિવારને પણ સમય અને મહત્વ આપવું પડે છે.
રૈનાની નિવૃત્તિથી ફેન્સ પણ થઈ ગયા હતા શોક્ડ
જે સમયે આ બંને ખેલાડીઓએ નિવૃત્તિ લીધી, તે સમયે તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના ટ્રેનિંગ કેમ્પમાં સાથે જ હતા. કોરોના મહામારીના કારણે તે વર્ષે IPL યુએઈ (UAE) માં યોજાવાની હતી અને આખી ટીમ બાયો-બબલમાં પોતાની તૈયારીઓ કરી રહી હતી. ધોનીએ સાંજે 7:29 વાગ્યે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી અને તેની તુરંત બાદ રૈનાએ પણ ક્રિકેટ છોડી દીધું. રૈનાનો નિર્ણય એટલા માટે પણ બધાને આશ્ચર્યચકિત કરી ગયો કારણ કે તે સમયે તેની ઉંમર વધુ નહોતી અને તેનામાં હજુ ઘણું ક્રિકેટ બાકી હતું.
જ્યારે ધોનીએ રૈના માટે આપી મોટી કુરબાની
આ વાતચીતમાં રૈનાએ માહી સાથેના પોતાના ખાસ સંબંધો પર પણ ખુલીને વાત કરી. તેણે જણાવ્યું કે કેવી રીતે ધોનીએ તેની કરિયરને સુધારવા માટે પોતાના બેટિંગ ઓર્ડરની કુરબાની આપી હતી. સૌરવ ગાંગુલીની કેપ્ટન્સીમાં ધોની અવારનવાર ઉપરના ક્રમે બેટિંગ કરવા આવતો હતો, પરંતુ જ્યારે તે પોતે કેપ્ટન બન્યો ત્યારે તેણે પોતાની જગ્યા બદલી નાખી. રૈનાએ જણાવ્યું કે ધોનીએ ટીમમાં એ સ્પષ્ટ કરી દીધું હતું કે યુવરાજ સિંહ અને રૈના ઉપર બેટિંગ કરશે અને તે પોતે ટીમની જરૂરિયાત મુજબ નીચે રમવા આવશે.












