અમદાવાદકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલવર્લ્ડ

કેનેડામાં સુરતના યુવકની ચપ્પુના ઘા મારી હત્યા નીપજાવી; મૃતદેહને વતનમાં લાવવાના પ્રયાસ શરૂ: જુઓ video

6 એપ્રિલ 2025 અમદાવાદ: કેનેડાના ઑન્ટેરિયામાં સ્થાયી થયેલા સુરતના મોટા વરાછાના વિસ્તારમાં રહેતા ધર્મેશ કથીરિયાની તેની પત્નીની નજર સામે પડોસીએ ચપ્પુના ઘા વડે હુમલો કરી હત્યા નીપજાવી છે. જે વાતની જાણ થતા હાલ કથીરિયા પરિવાર દ્વારા મૃતદેહને વતનમાં પાછા લાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. સાથે ભારતનું વિદેશ મંત્રાલય પણ આ ઘટનાને લઈને હરકતમાં આવ્યું છે મંત્રી મનસુખ માંડવીયા તાત્કાલિક ધોરણીયા મામલે વિદેશ મંત્રી જયશંકરને જાણ કરી છે હથિયારાને તાત્કાલિક ધોરણે સજા મળે તે બાબતે યોગ્ય તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે.

પત્ની કંઈ સમજે પહેલા પડોશીએ હત્યા નીપજાવી
મળતી માહિતી મુજબ સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા ઓમકાર રેસીડેન્સીમાં રહેતા વલ્લભભાઈ કથીરિયાનો પુત્ર ધર્મેશ પાંચ વર્ષ અગાઉ અભ્યાસ અર્થે સુરતથી કેનેડા ગયો હતો. તેમનો પરિવાર મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલા નોંધણવદર ગામનો વતની છે. તેણે દોઢ વર્ષ અગાઉ સુરત આવી રવિના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. કેનેડામાં પોતાના ઘરે ધર્મેશ અને તેની પત્ની રવિના સવારે ઘરના વાડામાં પડોશી સાથે સંયુક્ત વોશિંગ મશીનમાં કપડાં ધોઈ રહ્યા હતા. દરમિયાન અચાનક પડોશી આધેડે તેમની તરફ ચપ્પુ લઈ ધસી આવ્યો અને દંપત્તિ કંઈ સમજે તે પહેલા પડોશીએ ધર્મેશ ઉપર એકાએક ચપ્પુથી જીવના હુમલો કરી દીધો હતો જે બાદ ધર્મેશ ઈજાગ્રસ્ત થયો હતો. જેમાં આધેડ આટલેથી અટકી નહીં, રવિના ઉપર પણ હુમલો કરવા આગળ વધતા ધર્મેશે રવિનાને બચાવવા જતા વધુ એક ચપ્પુનો ઘા વાગ્યો હતો. જે બાદ ધર્મેશ લોહી લુહાણ થઈ સ્થળ પર જ ધડી પડ્યો હતો.

 

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પરિવારની મદદે આવ્યા
પ્રાપ્ત થતી વિગતો મુજબ ધર્મેશના મૃતદેહને ભારતમાં લાવવા માટે 15000 ડોલરનો ખર્ચ થવાનો છે આ ખર્ચ કેનેડામાં રહેતા ગુજરાતી લોકો ઉઠાવવાના છે. જોકે હાલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ધર્મેશના મૃતદેહને ભારતમાં લાવવા માટે વિદેશ મંત્રી જયશંકર સાથે ચર્ચા કરી રહ્યા છે અને આરોપીને કડક સજા થાય તેવી માંગ સાથે પ્રયત્નો શરૂ કર્યા છે.

Back to top button