અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: સમાન કામ, સમાન વેતનના સૂત્રને સુપ્રીમ કોર્ટની મહોર, કહ્યું: અધ્યાપકો દેશના ઘડતર માટેની બૌદ્ધિક સંપદા; કોંગ્રેસે આપી પ્રતિક્રિયા

27 ઓગસ્ટ 2025 અમદાવાદ: પ્રોફેસરોના પગાર મુદ્દે ગુજરાત સરકારે એન્જિનિયરિંગ કોલેજોના સહાયક પ્રોફેસરોને લઈ હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જે અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની અપીલ ફગાવી દીધી છે. સમાન કામ, સમાન વેતન અંગે અગાઉ હાઈકોર્ટે આદેશ કર્યો હતો. તેમજ પ્રોફેસરોના પગાર તફાવત મુદ્દે સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી પણ કરી છે. જે બાબતને લઈને કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશી ગુજરાત સરકાર ઉપર ગંભીર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે સરકાર સુપ્રીમકોર્ટના ચુકાદાનો તાત્કાલિક અભ્યાસ કરી લાગુ કરે.

અધ્યાપકો દેશના ઘડતર માટેની બૌદ્ધિક સંપદા: સુપ્રીમ કોર્ટ
શિક્ષકો ફક્ત ભણાવતા નથી, બાળકોના ભવિષ્યને પણ આકાર આપે છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ શ્લોકનું ગાન પુરતું નથી, પૂરતું પગાર આપો. સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ અધ્યાપકો દેશના ઘડતર માટેની બૌદ્ધિક સંપદા છે. તેથી સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક ચુકાદ અને લઈને આજે ગુજરાતમાં સમાન કામ, સમાન વેતનના સૂત્રને મહોર લાગી ચૂકી છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી 7 લાખ કર્મચારીઓને લાભ
ડો. મનીષ દોશીએ ચુકાદાને લઈને જણાવ્યું હતું 10 થી 15 સુધી કરાર આધારિત રહેલા પ્રાધ્યાપકોને આર્થિક શોષણમાંથી મુક્તિ મળશે. ગુજરાત સરકાર લાંબા સમયથી 7 લાખ કરાર આધારિત કર્મચારીઓનું આર્થિક શોષણ કરી રહી છે. MB શાહ કમિશન – કાયદા પંચે પણ કરાર આધારિત નિમણુંકો બંધ કરવા સ્પષ્ટ કહ્યું છે. તેમજ રાજ્યની 16 સરકારી ઇજનેરી કોલેજો અને સરકારી પોલીટેકનિકમાં હાલમાં 210 જેટલા પ્રાધ્યાપકોને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સીધો લાભ થશે. અગાઉ 250 જેટલા પ્રાધ્યાપકોને સરકાર યેનકેન પ્રકારે ટર્મિનેટ કરી ચૂકી છે. હાલની પરિસ્થિતિ મુજબ રાજ્યની ડિગ્રી અને ડિપ્લોમાં કોલેજોમાં 45% જેટલા અધ્યાપકોની લાંબા સમયથી ઘટ છે. તેથી સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાનો તાત્કાલિક અભ્યાસ કરી લાગુ કરે. ફિક્સ પેનાં મુદ્દે પણ ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઇ છે જેમાં તારીખ પર તારીખ પડી રહી છે. હાલમાં ગુજરાતમાં અંદાજિત 7 લાખ જેટલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સરકારના વિવિધ વિભાગો નિગમોમાં કામ કરી રહ્યા છે જેમને સીધો લાભ થવાની શક્યતા છે.

Back to top button