ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સ્ટેશનરીની આડમાં ઈમ્પોર્ટ થતું પેપર બોક્સ, ફેક કરન્સી કેસમાં થયો મોટો ખુલાસો

Fake Currency Scam: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નકલી ચલણી નોટોના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, જેમા આ સુરત સત્યમ યોગ ફાઉન્ડેશન ધરાવતા યોગગુરુ અને પ્રવચનકાર પ્રદીપ દિલીપભાઈ જોટંગિયા ઉર્ફે ‘પ્રદીપ ગુરુજી’ સહિત સાત આરોપીની નકલી ચલણી નોટો સાથે ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ બાતમીના આધારે 19 માર્ચ 2026ના રોજ અમરાઈવાડી વિસ્તારમાં ટોરેન્ટ પાવર નજીક એક કાર રોકી તપાસ કરતાં આશરે રૂપિયા 2.10 કરોડની નકલી 500 રૂપિયાની નોટો જપ્ત કરી હતી. કાર પર Shri Satyam Yog Foundation, Recognized by AYUSH Mantralaya, Government of India લખાયેલું હતું, જેનો દુરુપયોગ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે કરવામાં આવતો હતો.

આ કેસમાં તમામ સાત આરોપીઓને ઘી કાંટા ફોજદારી કોર્ટે 10 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યા હતા, જેમાં અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા હતા. સુરત ખાતે યોગ પ્રવૃત્તિની આડમાં ચાલી રહેલા બનાવટી ચલણી નોટોના કૌભાંડમાં મુખ્ય આરોપી પ્રદીપ ગુરુજી અને તેના સાગરિતોની પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીઓને મહત્ત્વપૂર્ણ માહિતી મળી છે.

પોલીસ અનુસાર, સુરતમાં નોટો છાપવાની શરૂઆત પહેલાં પ્રદીપ ગુરુજી અને મુકેશ હુમ્મર ચીન ગયા હતા, જ્યાં તેઓ સ્થાનિક એજન્ટોની મદદથી કરન્સી પેપર અને પ્રિન્ટિંગ પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી. આ પછી ત્યાં જ નકલી નોટો છાપવાનું શીખીને તેમની ગુણવત્તા ચકાસવામાં આવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પરિણામ સારુ મળતા બંનેએ સુરતમાં મોટા પાયે નકલી ચલણી નોટો બનાવવાનો પ્લાન ઘડ્યો અને જરૂરી મશીનરીની ખરીદી કરી હતી. ત્યારબાદ ચીનથી સ્ટેશનરી માલ તરીકે દેખાડીને ઈમ્પોર્ટ કરેલા વિશેષ સુરક્ષા પેપર બોક્સ મંગાવવામાં આવ્યા હતા, જેમાં એક બોક્સ માટે અંદાજે દોઢ લાખ રૂપિયા ખર્ચાયા હતા અને કુલ ત્રણ વખત આવા જથ્થા મંગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

તપાસમાં વધુ સ્ફોટક અહેવાલો સામે આવ્યા છે, જેમાં કામરેજ નજીક આવેલા આશ્રમ સાથે જોડાયેલી જગ્યાએ આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી. આરોપીઓએ પ્રથમ તબક્કામાં આશરે 15 લાખ રૂપિયાની નકલી નોટો બજારમાં ચલણમાં મૂકીને તેની સ્વીકાર્યતા તપાસવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ પણ મોટા પ્રમાણમાં નકલી નોટો બજારમાં ફેલાઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ સાથે અન્ય તપાસ એજન્સીઓ પણ જોડાઈ છે અને સમગ્ર જાળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો : આવી રીતે થયો નકલી નોટોના કૌભાંડનો પર્દાફાશ

Back to top button