ટ્રેન્ડિંગનેશનલ

તિહાર જેલમાં સૌરવ-રાંકા, હવે સુપ્રિયા સુલે મેદાનમાં; કરી મોટી માગ

CJP PROTEST : CJPના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાને જંતર-મંતર પર પરવાનગી વિના પ્રવેશ કરવાના આરોપસર બુધવારે (14 ઓક્ટોબર) પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. બંનેને તિહાર જેલમાં રાખવામાં આવ્યા છે. આ મામલે હવે શરદ પવાર જૂથના NCPના સાંસદ સુપ્રિયા સુલેએ કેન્દ્ર સરકારને બંને નેતાઓને તાત્કાલિક મુક્ત કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે અસહમતિ લોકશાહીનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે અને દરેક નાગરિકને પોતાના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા મળવી જોઈએ. (Supriya Sule)

‘જંતર-મંતર પર તિરંગો ફરકાવવો ગુનો નથી’: સુપ્રિયા સુલે

NCP (SP)નાં સાંસદ સુપ્રિયા સુળેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે જંતર-મંતર પર તિરંગો ફરકાવવો કોઈ ગુનો નથી. સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ધરપકડ કરીને તેમને તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હોવાને લઈને તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. સુલેએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી અને બંને નેતાઓની તાત્કાલિક મુક્તિ સુનિશ્ચિત કરવાની માગ કરી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

‘શાંતિપૂર્ણ વિરોધ કરવાના અધિકારની રક્ષા માટે એકજૂટ રહો’

બારામતીનાં લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ વધુમાં જણાવ્યું કે રાજકીય મતભેદો હોવા છતાં શાંતિપૂર્ણ વિરોધ-પ્રદર્શન કરવાના અધિકારની રક્ષા માટે સૌએ એકજૂટ રહેવું જોઈએ. તેમણે કહ્યું કે અસહમતિ લોકશાહીનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે અને દરેક ભારતીયને કોઈ પણ પ્રકારના ભય વિના પોતાનો અવાજ ઉઠાવવાની સ્વતંત્રતા મળવી જોઈએ.

CJPના નેતાઓ પર જંતર-મંતરમાં પરવાનગી વિના પ્રવેશ કરવાનો આરોપ

મળતી માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ભલામણ બાદ જંતર-મંતરને વિરોધ-પ્રદર્શનનાં સ્થળોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે. ત્યારબાદ CJPના નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્ય શિંદે સહિત અન્ય નેતાઓને મંગળવારે (13 ઓક્ટોબર) અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:અમદાવાદ ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ, 9 ફૂટ ઊંચા ટાવર પરથી થશે એનાઉન્સમેન્ટ

આ નેતાઓ પર બેરિકેડ તોડીને પરવાનગી વિના જંતર-મંતર વિસ્તારમાં પ્રવેશ કરવાનો આરોપ છે. આ ઉપરાંત, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે સૂત્રોચ્ચાર કરવા અને ત્યાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનો પણ તેમના પર આરોપ મૂકવામાં આવ્યો છે.

વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયો

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નેતાઓ સામે પરવાનગી વિના પ્રવેશ, પ્રતિબંધાત્મક આદેશોનું ઉલ્લંઘન, શાંતિ જાળવવા માટેના બોન્ડની શરતોનો ભંગ અને સરકારી કર્મચારીને તેની સત્તાવાર ફરજ બજાવવામાં અવરોધ ઊભો કરવા સહિતના વિવિધ આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે સુપ્રિયા સુલેએ કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવાની અપીલ કરતાં શાંતિપૂર્ણ વિરોધ-પ્રદર્શન અને અસહમતિ વ્યક્ત કરવાના અધિકારનું મહત્ત્વ પણ રેખાંકિત કર્યું છે.

આ પણ વાંચો:ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો, શ્રેયસ અય્યરની લાંબી છલાંગ

Back to top button