ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પહલગામ આતંકી હુમલાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આજે થશે સુનાવણી, જાણો શું માગ કરી

નવી દિલ્હી, 01 મે 2025: જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. આ હુમલામાં 26 લોકોના જીવ ગયા હતા, જેમાં મોટા ભાગના પર્યટકો હતો. સુપ્રીમ કોર્ટમાં એક જાહેરહિતની અરજી દાખલ કરી છે, જેમાં આ હુમલાની ન્યાયિક તપાસ કરવા અને કાશ્મીરમાં પર્યટકોની સુરક્ષા માટે સારી વ્યવસ્થા કરવાની માગ કરી છે.

અરજીમાં કહેવાયું છે કે, ઉત્તર ભારતના કેટલાય રાજ્યોની અર્થવ્યવસ્થા પર્યટન પર નિર્ભર છે અને આવી રીતના હુમલા ન ફક્ત પર્યટકોની સુરક્ષાને ખતરો ઊભો કરે છે, પણ સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ નુકસાન પહોંચાડે છે. આ અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.

CRPF અને NIA ને સૂચનાઓ આપવા અપીલ

અરજીમાં કેન્દ્ર સરકાર, જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર, CRPF અને NIA ને પ્રવાસી વિસ્તારોમાં નાગરિકોની સુરક્ષા માટે નક્કર કાર્ય યોજના તૈયાર કરવા નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. આ અંતર્ગત, રીઅલ-ટાઇમ મોનિટરિંગ, ગુપ્તચર સંકલન અને ઝડપી પ્રતિક્રિયા ટીમોની તૈનાતી જેવા પગલાં સૂચવવામાં આવ્યા છે. અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે પર્વતીય અને સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવાસીઓની સુરક્ષા માટે સશસ્ત્ર દળો તૈનાત કરવામાં આવે. અરજીમાં પહેલગામ હુમલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં ન્યાયિક પંચની રચના કરવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: યુદ્ધ થયું તો અમે પાકિસ્તાન સાથે છીએ, ભારતની સેનાને અમે રોકીશું: ભારતના દુશ્મને ધમકી આપી

Back to top button