શેરબજારમાં આજે પણ તેજીનો માહોલ, સેન્સેક્સ 76 હજાર પાર; નિફ્ટીમાં પણ મજબૂત વધારો

Stock market continues to be bullish today: ભારતીય શેરબજારમાં આજે પણ તેજી યથાવત જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં સકારાત્મક સંકેતો અને અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતી બાદ રોકાણકારોમાં ઉત્સાહ વધતા બજારે મજબૂત શરૂઆત કરી હતી.
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 262 પોઈન્ટના ઉછાળા સાથે 76,526ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 70 પોઈન્ટ વધીને 23,924 પર પહોંચ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બજારમાં તેજીના ત્રણ મોટા કારણ
અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતીનો પ્રભાવ
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી શાંતિ સમજૂતીનો સકારાત્મક અસર વૈશ્વિક બજારો પર જોવા મળી રહ્યો છે. રોકાણકારોમાં વિશ્વાસ વધતા એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ પ્રથમ વખત 70,000ના ઐતિહાસિક સ્તરને પાર કરવામાં સફળ રહ્યો હતો.
RBIનો મોટો નિર્ણય
ભારતીય રિઝર્વ બેંક દ્વારા વિદેશી વ્યક્તિગત રોકાણકારોને ભારતીય શેરોમાં સીધું રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવતા બજારમાં ખરીદી વધી છે.
વિદેશી રોકાણમાં મોટો વધારો
ટેક્સ નિયમોમાં રાહત મળ્યા બાદ જૂન મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય બોન્ડ માર્કેટમાં 1.84 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે, જે છેલ્લા 16 મહિનામાં સૌથી વધુ માનવામાં આવી રહ્યું છે.
સરકારે લાંબા અને ટૂંકા ગાળાના કેપિટલ ગેઇન ટેક્સમાં રાહત આપતા વિદેશી રોકાણકારોમાં ઉત્સાહ વધ્યો છે.
એશિયન બજારોમાં મિશ્ર વલણ
જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ આજે થોડો નબળો જોવા મળ્યો હતો, કારણ કે રોકાણકારો બેંક ઓફ જાપાન દ્વારા વ્યાજદરમાં વધારો થઈ શકે તેવી આશંકાને લઈને સાવચેત છે.
બીજી તરફ દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 2 ટકાથી વધુના વધારા સાથે ખુલ્યો હતો. હૉંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ ફ્યુચર્સ પણ નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.
અમેરિકન બજારમાં પણ તેજી
અમેરિકાના શેરબજારમાં પણ સોમવારે મજબૂત વધારો નોંધાયો હતો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 468 પોઈન્ટના ઉછાળા સાથે રેકોર્ડ સ્તરે બંધ થયો હતો.
S&P 500 અને નાસ્ડેકમાં પણ જોરદાર તેજી જોવા મળી હતી. ખાસ કરીને SpaceXના શેરોમાં 20 ટકાના વધારાનો મોટો ફાળો રહ્યો હતો.
કાચા તેલના ભાવમાં હલચલ
વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 81 ડોલરથી ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે બ્રેન્ટ ક્રૂડ 83 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો, જે હજુ પણ 85 ડોલરના મહત્વના સ્તરથી નીચે છે.
આ પણ વાંચો : ટ્રમ્પની ઈરાન ડીલથી નારાજ નેતન્યાહૂ, લેબનાનમાંથી સૈના નહીં હટે












