ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

32 વર્ષનો કોરિયન દબદબો તોડ્યો: ભારતીય મહિલા તીરંદાજોએ જીત્યો ઐતિહાસિક ગોલ્ડ

asian games 2026: જાપાનના આઇચી-નાગોયામાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય ટીમે શરૂઆતથી જ શાનદાર પ્રદર્શન કર્યું. સેમિફાઇનલમાં ભારતે ચીનને 5-1થી હરાવી પ્રથમ વખત મહિલા રિકર્વ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અગાઉ આ ઇવેન્ટમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન બ્રોન્ઝ મેડલ સુધી મર્યાદિત હતું.

ફાઇનલમાં કોરિયાને આપી જોરદાર ટક્કર

ગોલ્ડ મેડલ મુકાબલામાં ભારત સામે તીરંદાજીની મહાશક્તિ ગણાતી સાઉથ કોરિયાની ટીમ હતી. કોરિયા સતત સાત એશિયન ગેમ્સથી મહિલા રિકર્વ ટીમનો ગોલ્ડ જીતી રહ્યું હતું અને આ વખતે સતત આઠમા ગોલ્ડ માટે મેદાનમાં ઉતર્યું હતું.

પ્રથમ બે સેટ અત્યંત રોમાંચક રહ્યા અને બંને ટીમોએ પોઈન્ટ વહેંચ્યા. ત્યારબાદ ત્રીજા સેટમાં ભારતીય તીરંદાજોએ દબાણ વચ્ચે શાનદાર નિશાન સાધીને લીડ મેળવી. અંતિમ સેટ પણ ટાઈ રહ્યો, પરંતુ ભારતે કુલ 5-3થી મુકાબલો જીતી ગોલ્ડ મેડલ પર કબજો કર્યો.

કોરિયાના લાંબા દબદબાનો અંત

સાઉથ કોરિયાની મહિલા રિકર્વ ટીમનો એશિયન ગેમ્સમાં વર્ષોથી એકતરફી દબદબો રહ્યો છે. 1998થી 2022 સુધી કોરિયાએ સતત સાત વખત આ ઇવેન્ટનો ગોલ્ડ જીત્યો હતો. ભારતની આ જીત સાથે કોરિયાની લાંબી વિજયશ્રેણીનો અંત આવ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

ભારતીય ટીમ માટે આ જીત એટલા માટે પણ ખાસ છે કારણ કે એશિયન ગેમ્સના મહિલા રિકર્વ ટીમ ઇવેન્ટમાં ભારત અગાઉ ક્યારેય ફાઇનલ સુધી પહોંચ્યું નહોતું. હવે કુમકુમ મોહોદ, કીર્તિ શર્મા અને અંકિતા ભકતે સીધો ગોલ્ડ જીતી ભારતીય તીરંદાજીના ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.

ભારતીય તીરંદાજોની આ સફળતા 2028ના લોસ એન્જેલેસ ઓલિમ્પિક્સ પહેલાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે ભારતે વિશ્વની સૌથી સફળ રિકર્વ ટીમોમાંની એક સાઉથ કોરિયાને મોટા મંચ પર હરાવી છે.

આ પણ વાંચો: કર્ણાટક PSC પેપર લીકનો ભાજપનો ગંભીર આરોપ, 40 લાખમાં થયો સોદો

Back to top button