Spicejet ફ્લાઇટ અચાનક નીચે આવવા લાગી… શ્રીનગર એરપોર્ટ પર કરાવવી પડી ઈમરજન્સી લેન્ડિંગ

નવી દિલ્હીઃ 29 ઓગસ્ટ, 2025: Spicejet Emergency Landing: દિલ્હીથી જઈ રહેલી સ્પાઇસ જેટની એક ફ્લાઇટની શુક્રવારે (29 ઓગસ્ટ) ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, વિમાન સુરક્ષિત રૂપે લેન્ડ થઈ ચુક્યું છે.
સ્પાઇસજેટની ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
સ્પાઇસજેટની ફ્લાઇટ એસજી-385માં 4 બાળકો સહિત 205 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર્સ હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દબાણની સમસ્યાના કારણે ફ્લાઇટની ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. વિમાન શુક્રવારે બપોરે 3:27 વાગ્યે સુરક્ષિત લેન્ડ કરવામાં આવ્યું હતું.
આ વિશે વધુ વાત કરતા અધિકારીઓએ જણાવ્યું કે, મુસાફર અથવા ક્રૂ મેમ્બર્સની તબીબી સહાયની જરૂર નથી. વિમાનનું જરૂરી નીરિક્ષણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ યુએસ ટેરિફના તોફાનમાં રૂપિયો તુટ્યો, 88 થી નીચે સરકી ગયો, નવો નીચો રેકોર્ડ બનાવ્યો
આ પણ વાંચોઃ માત્ર 2 લાખ રૂપિયામાં ઘરે લાવો Tata Altroz Facelift, જાણો EMI, કિંમત અને લોનની વિગતો












