ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલ

ચિનાબ બ્રિજથી કાશ્મીર જતી આ વંદે ભારત ટ્રેનમાં મશીન ગન અને બુલેટ પ્રુફ જેકેટમાં સજ્જ હશે કમાન્ડો

નવી દિલ્હી, તા, 6 જૂન, 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ કટરામાં જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજનો આ કાર્યક્રમ ભારતની એકતા અને ભારતની ઈચ્છાશક્તિનો વિરાટ ઉત્સવ છે. માતા વૈષ્ણો દેવીના આશીર્વાદથી આજે વાદી-એ-કાશ્મીર, ભારતના રેલ નેટવર્ક સાથે જોડાઈ ગયું છે.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે કટરાથી શ્રીનગર સુધીનું અંતર માત્ર 3 કલાકમાં જ પૂરું કરશે. સડક માર્ગેથી આટલું અંતર કાપતા 6 થી 7 કલાક લાગતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કટરા-શ્રીનગર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બનાવી હતી. આ ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા માટે સ્પેશિયલ ટ્રેન્ડ કમાન્ડો તહેનાત કરવામાં આવ્યા છે. આ કમાન્ડો અત્યાધુનિક હથિયારો, બુલેટ પ્રુફ જેકેટ, હેલમેટ તથા અન્ય હાઈટેક ગેજેટ્સથી સજ્જ છે.  મુસાફરો કોઈપણ જાતના ડર વગર મુસાફરી કરી શકે તે માટે આમ કરવામાં આવ્યું છે.

16 એપ્રિલ, 2025ના રોજ એનએસજીએ જમ્મુ-કાશ્મીર પોલીસ અન આરપીએફ સાથે મળીને કટરા રેલવે સ્ટેશન પર એક ટ્રેન સુરક્ષા અભ્યાસ કર્યો હતો. એનએસજીની આ પહેલ રેલવે અને સ્થાનિક પોલીસ સાથે મળીને સંભવિત આતંકી ગતિવિધિને રોકવાનો છે.

રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, આ ટ્રેન હિમાલયની મુશ્કેલ પરિસ્થિતિઓ જેવી કે માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ સારી રીતે ચાલી શકે તે રીતે તૈયાર કરવામાં આવી છે. જેમાં ઓટોમેટિક દરવાજા, હીટિંગ સિસ્ટમ અને એન્ટી સ્પૉલ લેયર જેવી હાઈ ટેક સુવિધાઓ છે. સુરક્ષાની દ્રષ્ટિએ ટ્રેનમાં મુસાફરોની તપાસ અને અન્ય સુરક્ષા પ્રોટોકોલ પણ લાગુ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાત: સરકારી વીજ કંપનીઓની ઓનલાઇન સેવાઓ 10 જૂન સુધી બંધ રહેશે

Back to top button