સોનમ વાંગચુક આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થશે, રાજઘાટથી લદ્દાખ જવાની તૈયારી

Sonam Wangchuk to be discharged: પેપર લીક મુદ્દે લાંબા સમય સુધી ઉપવાસ પર રહેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુક આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થશે. 26 દિવસ સુધી ચાલેલા તેમના અનિશ્ચિત ઉપવાસ બાદ હવે તેઓ પ્રથમ વખત જાહેર જીવનમાં પરત ફરશે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેઓ સૌપ્રથમ રાજઘાટ જઈ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
માહિતી મુજબ, સોનમ વાંગચુક હોસ્પિટલમાંથી સીધા રાજઘાટ પહોંચશે અને મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરશે. ઉપવાસ શરૂ કરતા પહેલાં પણ તેઓ રાજઘાટ ગયા હતા અને ગાંધીજીના વિચારોને અનુસરી અહિંસક આંદોલનની શરૂઆત કરી હતી. રાજઘાટની મુલાકાત બાદ તેઓ લદ્દાખ જવા રવાના થશે.
24 જુલાઈએ પોતાનો ઉપવાસ તોડ્યો
સોનમ વાંગચુકે 28 જૂનથી દિલ્હીના જંતર-મંતર ખાતે પેપર લીક મુદ્દે અનિશ્ચિત ઉપવાસ શરૂ કર્યો હતો. ઉપવાસ દરમિયાન તેમની તબિયત બગડતાં તેમને પ્રથમ સફદરજંગ હોસ્પિટલ અને ત્યારબાદ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકાર સાથે ચર્ચા અને માંગણીઓ પર સહમતિ બનતા તેમણે 24 જુલાઈએ પોતાનો ઉપવાસ સમાપ્ત કર્યો હતો.
સરકારના આશ્વાસન પર વિશ્વાસ વ્યક્ત કર્યો
ઉપવાસ સમાપ્ત કર્યા બાદ સોનમ વાંગચુકે જણાવ્યું હતું કે દેશના હિત અને શાંતિ જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ માટે સરકારના આશ્વાસન પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બીજી તરફ, જંતર-મંતર ખાતે ચાલી રહેલું CJPના નેતૃત્વ હેઠળનું 36 દિવસનું આંદોલન પણ પૂર્ણ થઈ ગયું છે. આંદોલન પૂર્ણ થયા બાદ સોનમ વાંગચુકે તેને લોકશાહીની જીત ગણાવી હતી અને વિદ્યાર્થીઓ તેમજ યુવા શક્તિને અભિનંદન પાઠવ્યા હતા.












