સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કરવા મૂકી ત્રણ શરતો, સરકારને અલ્ટીમેટમ આપ્યું

Sonam Wangchuk conditions : પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકે પોતાનું આમરણ અનશન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. સોમવારે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જાહેર કરાયેલા પત્રમાં તેમણે ત્રણ શરતો મૂકી છે. વાંગચુકે જણાવ્યું છે કે આમાંથી કોઈપણ એક શરત પૂર્ણ થશે તો તેઓ ભૂખ હડતાળ સમાપ્ત કરશે.
પત્રમાં શું લખ્યું?
સોનમ વાંગચુકે પોતાના પત્રમાં લખ્યું કે ઘણા લોકોએ પૂછ્યું છે કે તેઓ અનશન ક્યારે સમાપ્ત કરશે. તેમણે જણાવ્યું કે અગાઉ સમર્થકોને આપેલા વચન મુજબ તેઓ 20 જુલાઈએ અનશન સમાપ્ત કરવા તૈયાર છે, પરંતુ તે માટે કેટલીક શરતો પૂર્ણ થવી જરૂરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અનશન સમાપ્ત કરવા મૂકી ત્રણ શરતો
વાંગચુકે અનશન સમાપ્ત કરવા માટે નીચેની ત્રણ શરતો મૂકી છે:
WHEN WILL I END THE FAST….!
Not withstanding my health my fast continues till after the Sansad Chalo March, and will be broken only under the following circumstances… pic.twitter.com/kaOGx2Nk4T— Sonam Wangchuk (@Wangchuk66) July 20, 2026
- સરકાર શિક્ષણ વ્યવસ્થાની તાજેતરની નિષ્ફળતાઓ, ખાસ કરીને પેપર લીક જેવા મુદ્દાઓની જવાબદારી સ્વીકારે.
- અથવા તેઓ અને CJPનું નેતૃત્વ સંસદ સુધી પહોંચે અને વિવિધ રાજકીય પક્ષોના સાંસદો તેમને ખાતરી આપે કે આ મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવશે.
- અથવા જો તેમની તબિયત અથવા અન્ય કોઈ કારણસર તેઓ જઈ ન શકે તો વિવિધ પક્ષોના સાંસદો હોસ્પિટલમાં આવીને આ જ પ્રકારનું લેખિત અથવા જાહેર આશ્વાસન આપે.
‘ગેરકાયદે નજરકેદમાં છું’
પત્રના અંતમાં સોનમ વાંગચુકે લખ્યું કે તેઓ હાલમાં સફદરજંગ હોસ્પિટલમાં ગેરકાયદે નજરકેદ હેઠળ છે, જ્યાં તેમના આવવા-જવાની, બોલવાની અને અન્ય લોકો સાથે વાતચીત કરવાની સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જંતર-મંતર પર વિરોધ યથાવત
આ દરમિયાન જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન યથાવત છે. પ્રદર્શનકારીઓએ પોલીસ દ્વારા લગાવવામાં આવેલા બેરિકેડ્સ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ સંસદના ચોમાસુ સત્રની શરૂઆતને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.
આ પણ વાંચો: હોર્મુઝ જળમાર્ગમાં જહાજમાં ભીષણ આગ, અમેરિકા-ઈરાન યુદ્ધ વધુ ભયાનક બન્યું












