માંગરોળ-ઉનામાં કાશ્મીરથી આવેલા 5 શંકાસ્પદને SOGએ ઝડપ્યા
માંગરોળ-ઉનામાં કાશ્મીરથી આવેલા પાંચ શંકાસ્પદ લોકોને એસઓજી ઝડપી પાડ્યા છે. જો કે, દિલ્હીમાં બ્લાસ્ટ થયા બાદ હાલ ગુજરાતને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. આ બંને કાશ્મીરી શખ્સ માંગરોળ શહેર તેમજ આસપાસની મદ્રેસામાંથી ફાળો ઉઘરાવતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
મસ્જિદમાં રોકાયા હતા 3 કાશ્મીરી
જ્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદરમાં પોલીસે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. કાશ્મીરથી આવેલા આ શખ્સો એક મસ્જિદમાં રોકાયા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, પૂછપરછમાં તેમની પાસેથી કોઈ શંકાસ્પદ બાબત મળી આવી નથી.
ભીખ માંગી ચલાવતા હતા ગુજરાન
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ત્રણેય લોકોની જયારે કડક પુછપરછ અને સઘન તપાસ હાથ ધરવામાં આવી તો જાણવા મળ્યું કે આ લોકો ભીખ માંગી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમ છતાં પણ હાલ આ બાબતે પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે
દીવ પોલીસે ગીર સોમનાથ પોલીસને આ શંકાસ્પદ વ્યક્તિઓ અંગે જાણકારી આપી હતી, જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં તેમની કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાઈ નથી.












