રશિયા-યુક્રેન યુદ્ધમાં ટ્રમ્પની ભૂમિકા પર મહત્ત્વનું નિવેદન, કહ્યું- ‘યુદ્ધવિરામનો દાવો નિરાશાજનક…’

નવી દિલ્હીઃ 4 ડિસેમ્બર, 2025: Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાલમાં ભારતની બે દિવસની મુલાકાતે છે. પહોંચતા પહેલા, રાષ્ટ્રપતિ પુતિને રશિયાના મોસ્કોમાં ક્રેમલિન ખાતે આજતકના ઇન્ટરવ્યુમાં ભારત-રશિયા સંબંધો સહિત અનેક મુદ્દાઓ પર સ્પષ્ટતાથી વાત કરી. આ મુલાકાત દરમિયાન, રશિયાના પ્રમુખ પુતિને રશિયા-યુક્રેન યુદ્ધના ઉકેલમાં અમેરિકાની ભૂમિકા અંગે પ્રશ્ન કર્યો હતો. પુતિને અમેરિકન સાથે ચાલી રહેલી વાટાઘાટો અને સંઘર્ષને સમાપ્ત કરવાના ટ્રમ્પના પ્રયાસો વિશે વિસ્તૃત વાત કરી.
રશિયા-યુક્રેન યુદ્ધમાં અમેરિકાની ભૂમિકા
ક્રેમલિનમાં પુતિનની જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ સાથેની મુલાકાત અંગે પુતિને કહ્યું કે, “આ વાતચીતમાંથી નિષ્કર્ષ કાઢવું થોડી ઉતાવળ કહેવાશે. મને નથી લાગતું કે તમે ત્યાં હોત તો પણ તમને તે ચર્ચામાંથી કંઈ મળ્યું હોત. બેઠક પાંચ કલાક ચાલી. હું આટલી લાંબી મુલાકાતથી કંટાળી ગયો હતો, પરંતુ તે જરૂરી હતું. કલ્પના કરો, હું આખી બેઠક દરમિયાન વિટકોફ અને કુશનર સાથે એકલો હતો. પરંતુ સાચું કહું તો, તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બેઠક હતી. જો કે, ચર્ચા ફક્ત પ્રમુખ ટ્રમ્પ સાથે અલાસ્કા બેઠક પહેલાં થયેલા કરારો અને સંબંધિત મુદ્દાઓ પર કેન્દ્રિત હતી. હા, આ વખતે અમે દરેક મુદ્દા પર વિગતવાર ચર્ચા કરી, જે એકંદરે ખૂબ જ ફળદાયી રહી.”
યુદ્ધવિરામ કરાવવાનો દાવો નિરાશાજનક
પ્રમુખ પુતિને ટ્રમ્પની પ્રશંસા કરતા કહ્યું કે, અમેરિકા અને પ્રમુખ ટ્રમ્પ ખરેખર સમજે છે કે, આ શા માટે સમાપ્ત થવું જોઈએ અને શક્ય તેટલી ઝડપથી. આ સંદર્ભમાં, માનવતાવાદી મુદ્દાઓ અંગે, હું દ્રઢપણે માનું છું કે પ્રમુખ ટ્રમ્પના વર્તન પાછળનું એક કારણ આ છે. તેમણે હંમેશા કહ્યું છે, અને મને ખાતરી છે કે તે સાચું છે, કે તેઓ નુકસાન ઓછું કરવા માંગે છે. મને ખાતરી છે કે તેમનો આ અંગે માનવતાવાદી દ્રષ્ટિકોણ છે, પરંતુ રાજકીય અને આર્થિક કારણો પણ છે. મને વિશ્વાસ છે કે, અમેરિકા ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. ટ્રમ્પે વારંવાર યુદ્ધો સમાપ્ત કરવાનો દાવો કર્યો છે. જોકે, જ્યારે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાનો દાવો કર્યો ત્યારે તે નિરાશાજનક હતું. હવે, તેઓ રશિયા-યુક્રેન અને પછી ઈઝરાયલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.’
પુતિને લીધો અમેરિકાનો પક્ષ
પુતિન આ મુદ્દા પર ટ્રમ્પનો પક્ષ લેતા દેખાયા અને કહ્યું કે તેઓ ચોક્કસપણે યુક્રેન અંગે શાંતિ નિર્માતા છે. હું ફરીથી કહી શકું છું કે હું આ અંગે સકારાત્મક છું. મને કોઈ શંકા નથી કે તેઓ શાંતિપૂર્ણ ઉકેલ શોધવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરી રહ્યા છે.












