ચોંકાવનારો કિસ્સો : પત્નીએ ફેક આઈડી બનાવી પતિને મોકલી ફ્રેન્ડ રિક્વેસ્ટ, કરવા લાગ્યા ચેટિંગ, પછી થઈ બબાલ

પ્રયાગરાજમાં એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ પોતાના પતિને પાઠ ભણાવવા માટે એક એવી યુક્તિ અપનાવી છે જેને સૌને ચોંકાવ્યા છે. પત્નીએ ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી અને પતિને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી. પતિએ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી અને પછી ચેટિંગ શરુ થઈ. ઓનલાઈન દોસ્તી થઈ તો એક દિવસ મુલાકાતનો પ્લાન બનાવ્યો. બાદમાં જ્યારે બંનેની મુલાકાત માટે પહોંચ્યા તો બબાલ થઈ ગયો. આ મામલો પોલીસ સુધી પહોંચી ગયો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
એજન્સી અનુસાર, સોની નામની એક મહિલા ગત ચાર વર્ષથી પોતાના પીયર રહેતી હતી. આરોપ છે કે, મહિલાને તેના પતિ પ્રભુદત્તના ઘરથી બહાર કાઢવામાં આવી હતી. જે બાદ બંન્ને વચ્ચે સંબંધ બગડી ગયો. અને મહિલા પોતાના પીયર રહેવા લાગી. આ દરમ્યાન સોનીએ એક પ્લાનિંગ કર્યું. તેણીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફેક આઈડી બનાવી અને પોતાના પતિને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી, મહિલાનો પતિ પ્રભુદત્ત પ્રતાપગઢ જીલ્લા નિવાસી છે. પ્રભુદત્ત તેનાથી અજાણ હતો કે તે જે પ્રોફાઈલથી તે ચેટિંગ કરી રહ્યો છે તે તેની પત્ની છે.
ધીરે ધીરે બંન્ને વચ્ચે વાતચીત શરુ થઈ અને પછી તે ચેટિંગમાં પરિવર્તિત થઈ. વાતચીત દરમ્યાન પ્રભુદત્તે તે ફેક પ્રોફાઈલ વાળી મહિલાએ લગ્ન સુધીની વાત કરી હતી. કેટલાક દિવસ સુધી ચેટિંગ કર્યા બાદ રુબરુ મળવાની વાત નક્કી કરી. પ્રભુદત્તે અનેક વાર હોટલમાં મળવા પ્રસ્તાવ મુક્યો, પરંતુ સોની તેને ટાળતી રહી. તેઓએ પબ્લિક પ્લેસ પર મળવાની વાત કહી. આખરે 2 મેના મળવા માટે નાગવાસુકી મંદિર પસંદ કર્યું.
પત્નીને ઓળખી ન શક્યો પતિ
પ્રભુદત્ત પોતાની પત્નીને ઓળખી ન શક્યો અને સામાન્ય રીતે વાત ચીત કરવા લાગ્યો. પરંતુ જેવો સોનીએ પોતાનો ચહેરો બતાવ્યો, સ્થિતિ એક દમ બદલાઈ ગઈ. પોલીસ અનુસાર, તે બાદ પ્રભુદત્તે કથિત રીતે તેની સાથે મારપિટ કરી અને મારવાની ધમકી પણ આપી. સ્થિતિ વણસી થતા મહિલાએ પરિવારના લોકો ત્યાં પહોંચી ગયા. તેઓએ પ્રભુદત્તને પકડી લીધો અને પોલીસને સુચના આપી. થોડી વારમાં પોલીસ સ્થળ પર પહોંચી અને તેની ધરપકડ કરી.
દરાગંજ પોલીસ સ્ટેશને આ મામલે પ્રભુદત્ત વિરુદ્ધ કેસ નોંધાવ્યો. જેમાં મારપીટ, ગુનાહીત ધમકી અને શાંતિ ભંગ કરવાના ઈરાદે અપમાન કરવા જેવો આરોપ લગાવ્યો છે. પોલીસનું કહેવું છે કે, મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને બંન્ને પક્ષના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદમાં LUBI કંપનીના કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે હડતાળ પરઃ કર્મચારીઓનું દમન












