ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં LUBI કંપનીના કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે હડતાળ પરઃ કર્મચારીઓનું દમન

Ahmedabad News: અમદાવાદના મેમ્કો વિસ્તારમાં આવેલી લુબી કંપનીમાં 500થી વધારે કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. પગાર વધારા અને ઓવર ટાઈમ વગેરે મુદ્દે કર્મચારીઓએ હડતાલ પાડી છે. કંપનીના કારખાનામાં આવેલા પરિસરમાં 500થી વધારે કર્મચારીઓ હડતાલ પર બેસી ગયા છે.

હાલમાં કર્મચારીઓની હડતાલના કારણે લુબી કંપનીનું કારખાનું બંધ છે અને દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા છે. એક પણ કર્મચારી બહાર આવ્યા નથી. આ કંપનીમાં મોટા પ્રમાણમાં કર્મચારીઓ કામ કરે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તમામ કર્મચારીઓની માંગણી છે કે પગાર વધારા મામલે અગાઉ પણ જાણ કરવામાં આવી હતી છતાં પગાર વધારો અને ઓવર ટાઈમ મામલે કોઈ નિર્ણય લેવાયો નથી.

મળતી માહિતી મુજબ મેમ્કો પાસે આવેલ ખાનગી કંપની (LUBI)માં પગાર મુદે હોબાળો થયો છે. સરકારના ધારા-ધોરણ મુજબ પગાર વધારો ન થતા કામદારોમાં રોષ ફેલાયો છે. અનેક રજૂઆતો છતાં વધારો ન થતા 500થી વધુ કામદારો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. તેમની માંગ છે કે સરકારી ધારા – ધોરણ મુજબ મિનિમમ 18000 સુધી પગાર વધારો કરવો જોઈએ.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કર્મચારીઓએ કરી આ આઠ માંગણી

  • મિનિમમ વેજ 21000થી 25000 કરી આપવા વિનંતી
  • મહત્તમ વેતન મુજબ જે પગાર થશે તેના વાર્ષિક એગ્રીમેન્ટ વધારા પેટે 1500થી 2000 વધારે આપવું
  • મહત્તમ પગાર વધ્યા પછી જે પ્રમાણે અગાઉનું પ્રોડક્શન હશે તે જ રહેશે અને વધારાશે નહિ
  • મહત્તમ વેતન અને મહિના મુજબનું ઈન્સેન્ટીવ 15 તારીખે તેજ મહિનામાં આપવું
  • હાજરી આગળના જુના નિયમ પ્રમાણે રાખવામાં આવે
  • કંપની અને કોન્ટ્રાક્ટના તમામ કારીગરોને ફ્રીમાં કંપનીના લોગો વાળી ટીશર્ટ અને સેફ્ટી શૂઝ આપવા
  • સ્કેલ અને સિનિયોરિટી પ્રમાણે વેતનમાં વધારો કરવો
  • સુપરવાઈઝર કોઈને કાઢવાની ધમકી ન આપી શકે, કે કોઈ પ્રકારનું દબાણ ન કરી શકે
આ પણ વાંચોઃ Gujarat RTE Admission: પ્રથમ રાઉન્ડ પૂરો થયો, 5753 બેઠકો ખાલી રહી
Back to top button