ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ પત્નીને જૂનાગઢમાં ભૂલી ગયા, અચાનક યાદ આવતા કાફલા સાથે પરત ફર્યા

જૂનાગઢ, 21 જૂલાઈ 2025: કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આખા દેશમાં પ્રવાસ કરતા હોય છે. શનિવારે તેઓ ગુજરાતની મુલાકાતે હતા, જ્યાં તેમનાથી એક મોટી ભૂલ થઈ ગઈ. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ જૂનાગઢમાં પત્ની સાધના સિંહને ભૂલી ગયા અને 22 ગાડીઓના કાફલા સાથે રાજકોટ તરફ રવાના થઈ ગયા, પણ રસ્તામાં યાદ આવતા તેઓ કાફલા સાથે પરત ફર્યા તો તેમની પત્ની વેઈટિંગ રુમમાં તેમની રાહ જોઈ રહ્યા હતા.
વારંવાર પોતાની ઘડિયાળ જોઈ રહ્યા હતા શિવરાજ સિંહ
શિવરાજ સિંહ પત્ની સાથે ગુજરાતના ધાર્મિક અને સરકારી પ્રવાસ પર હતા, જે દરમ્યાન આ ઘટના ઘટી હતી. કેન્દ્રીય મંત્રીને રાતના 8 વાગ્યે રાજકોટથી ફ્લાઈટ પકડવાની હતી અને રસ્તો ખરાબ હોવાના કારણે તેઓ ઉતાવળમાં હતા. શિવરાજ સિંહ ચૌહાણ અને તેમની પત્ની સાધના સિંહે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કર્યા અને ગિરના સિંહદર્શન પણ કર્યા. શનિવારે મગફળી સંશોધન કેન્દ્રમાં ખેડૂતો અને લખપતિ દીદી યોજના સાથે જોડાયેલી મહિલાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ દરમ્યાન શિવરાજ સિંહ ચૌહાણ વારંવાર ઘડિયાળ જોઈ રહ્યા હતા. તેમણે પોતાનું ભાષણ નાનું રાખ્યું અને કહ્યું કે, રાજકોટનો રસ્તો ખરાબ છે, બીજી આરામ ટાઈમ લઈને આવીશ.
આ બાજુ શિવરાજ સિંહ ભાષણ આપતા રહ્યા, બીજી તરફ પત્ની ગિરનાર દર્શન કરતા રહ્યા
સાધના સિંહ ગિરનાર દર્શન બાદ પરત ફરી ચુક્યા હતા અને વેઈટિંગ રુમમાં બેઠા હતા. તો વળી શિવરાજ સિંહ કાફલો લઈને નીકળી ચુક્યા હતા. રસ્તામાં શિવરાજ સિંહને યાદ આવ્યું કે તેમની પત્ની સાથે નથી, તો તેમણે તાત્કાલિક ફોન કર્યો અને કાફલા સાથે પરત ફર્યા. ત્યાર બાદ પત્નીને લઈને રાજકોટ માટે રવાના થયા. સોમનાથ મંદિરમાં સાધના સિંહે શિશ ઝુકાવ્યું અને શિવરાજ સિંહે ધ્યાન ધર્યું હતું. શિવરાજ સિંહ અને સાધના સિંહને મંદિરના પૂજારીએ તિલાક લગાવ્યું અને પૂજન કરાવ્યું હતું. મંદિરમાં દર્શન બાદ શિવરાજ અને સાધનાએ ફોટો પણ પડાવ્યો હતો.
આ પણ વાંચો: મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસ: 189 લોકોના થયા હતા મૃત્યુ, આજે બોમ્બે હાઈકોર્ટ સંભળાવશે મોટો ચુકાદો












