પહેલીવાર નેશનલ એવોર્ડ જીતવા પર ભાવુક થયો શાહરૂખ ખાન, શેર કર્યો Video

- શાહરૂખ ખાને પોતાના વીડિયો સંદેશમાં કહ્યું કે નેશનલ એવોર્ડ મેળવવો એ મારા માટે ગર્વની ક્ષણ છે. આ એક એવી ક્ષણ છે જેને હું આખી જિંદગી સંભાળીને રાખીશ
HD ન્યુઝ ડેસ્કઃ સુપરસ્ટાર શાહરૂખ ખાને ફિલ્મ ‘જવાન’માં પોતાના દમદાર અભિનય માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ National Award જીત્યો છે. શાહરૂખ ખાનની 35 વર્ષની અત્યાર સુધીના કરિયરમાં આ પહેલો નેશનલ એવોર્ડ છે. એવોર્ડ મેળવ્યા બાદ શાહરૂખે એક ભાવનાત્મક વીડિયો શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે વિક્રાંત મેસીને 12મી ફેલ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ મળ્યો છે. શાહરૂખ અને વિક્રાંતે આ વર્ષે શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ જીત્યો છે.
શાહરુખે ખુશી વ્યક્ત કરી
શાહરૂખ ખાને પોતાના વીડિયો સંદેશમાં કહ્યું કે નેશનલ એવોર્ડ મેળવવો એ મારા માટે ગર્વની ક્ષણ છે. આ એક એવી ક્ષણ છે જેને હું આખી જિંદગી સંભાળીને રાખીશ. હું જ્યુરી, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને મને આ સન્માન માટે લાયક માનનારા દરેકનો આભાર માનું છું. આ પુરસ્કાર કોઈ અંતિમ રેખા જેવો નથી, પરંતુ સત્ય બતાવવાની જવાબદારી છે.
View this post on Instagram
દિગ્દર્શક અને ટીમનો આભાર માન્યો
શાહરુખે તેની ફિલ્મ ‘જવાન’ના દિગ્દર્શક એટલીનો આભાર માન્યો હતો. તેણે વીડિયોમાં કહ્યું, “2023 મારા માટે ખૂબ જ ખાસ વર્ષ રહ્યું છે. રાજુ સર, સિદ (સિદ્ધાર્થ આનંદ) અને ખાસ કરીને એટલી સરનો આભાર, જેમણે મારામાં વિશ્વાસ કર્યો. એટલી સર, જેમ તમે કહો છો, આ ‘માસ’ છે. મારી ટીમ મને સંભાળે છે, મારી અધીરાઈ અને ઇચ્છાઓને સહન કરે છે અને હંમેશા મને વધુ સારો બનાવવાનો પ્રયાસ કરે છે. આ સાથે તેણે આ એવોર્ડ તેની પત્ની અને બાળકોને સમર્પિત કર્યો છે.
આ પણ વાંચોઃ રિલીઝના 1 મહિના પહેલા ‘ધ બંગાળ ફાઇલ્સ’ પર વિવાદ, ટીએમસીએ નિર્માતાઓ વિરુદ્ધ FIR નોંધાવી












