ગુજરાતટ્રેન્ડિંગવિશેષ

અમદાવાદ: સરકારી સહાય આપવાના બહાને સિનિયર સિટીઝન મહિલાઓ સાથે છેતરપિંડી, ૬૫ હજારના દાગીના પડાવી લીધા

અમદાવાદ 3 ઓક્ટોબર 2025: શહેરમાં સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવીને સરકારી સહાય આપવાના બહાને છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે. એક અજાણી મહિલાએ બે સિનિયર સિટીઝન મહિલાઓને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી રૂ. ૬૫,૦૦૦ની કિંમતના સોનાના દાગીના પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

આ ઘટનાની વિગતો મુજબ, બે સિનિયર સિટીઝન મહિલાઓ શાહપુર વિસ્તારમાંથી રિક્ષામાં બેઠી હતી, જ્યાં અજાણી મહિલાએ તેમને સરકારી સહાય અપાવવાની વાત કહીને વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ તેમને શાહપુરથી હાટકેશ્વર સુધી રિક્ષામાં લઈ જવામાં આવી હતી. રસ્તામાં કોઈ બહાનું કાઢીને આ મહિલાઓએ બે સિનિયર સિટીઝન પાસેથી દાગીના ઉતરાવીને પડાવી લીધા હતા અને બાદમાં ફરાર થઈ ગઈ હતી.

છેતરપિંડીનો ભોગ બન્યા બાદ સિનિયર સિટીઝન મહિલાઓએ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને અજાણી મહિલાઓની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: આગ્રામાં મૂર્તિ વિસર્જન દરમિયાન મોટો અકસ્માત; 13 લોકોના ડૂબી જવાથી મોત, 5 મૃતદેહ મળ્યા, 7 ની શોધખોળ ચાલુ 

Back to top button