સીમા હૈદરની દીકરીને મળી ભારતની નાગરિકતા, ઉત્તર પ્રદેશ સરકારે બર્થ સર્ટિફિકેટ આપ્યું

નોઈડા, 1 મે, 2025: ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને તેમના દેશ પાછા મોકલવાની સમય મર્યાદા ખતમ થઈ ગઈ છે. પણ પબજીવાળા પ્રેમને મળવા માટે નેપાળના રસ્તે ભારત આવેલી સીમા હૈદર પાકિસ્તાન નહીં જાય. તેને લઈને અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે. તો વળી સીમા હૈદરનો કેસ લડી રહેલા વકીલ એપી સિંહનો દાવો છે કે, સીમા હૈદરની નોઈડામાં 18 માર્ચના રોજ જન્મેલી બાળકીને ઉત્તર પ્રદેશ સરકારે જન્મ પ્રમાણ પત્ર બનાવી દીધું છે. ત્યારે આવા સમયે હવે તે ભારતની નાગરિક કહેવાશે.
એપી સિંહનું કહેવું છે કે, સીમાએ પાકિસ્તાનમાં જ હિન્દુ ધર્મ અપનાવી લીધો હતો. બાદમાં નેપાળ તથા ભારત બંને જગ્યાએ હિન્દુ રીતિ રિવાજથી એક ભારતીય નાગરિક સચિન મીણા સાથે લગ્ન કર્યા છે. સીમા 18 માર્ચના રોજ સચિનના બાળકની મા બની ચુકી છે. જેનું નામ ભારતી રાખ્યું છે. જેનો અર્થ મીરા થાય છે અને ઉત્તર પ્રદેશ સરકારે બાળકીનું બર્થ સર્ટિફિકેટ પણ આપી દીધું છે.
તેમણે કહ્યું કે, 26 એપ્રિલના રોજ સીમાએ ભારતમાં રહેવા માટે સરકારને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, અમુક લોકો સીમાને પહલગામ આતંકી હુમલા સાથે જોડીને જોઈ રહ્યા છે. જે દુખદ છે. આ ખોટું છે. તેના કેસને માનવીય આધાર પર જોવો જોઈએ.
વકીલની દલીલો
- સીમાએ ભારતમાં હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કર્યા છે.
- તેને પાકિસ્તાનમાં પહેલા પતિ સાથે તલાક થઈ ગયા છે
- પહેલા પતિથી જે ત્રણ બાળકો છે, તેની સંરક્ષક ખાલી સીમા છે.
- હવે તે એક ભારતીય નાગરિકની પત્ની છે અને એક ભારતીય દીકરીની મા પણ છે
- તેના નાગરિકતા સંબંધિત દસ્તાવેજો ભારત સરકાર અને રાષ્ટ્રપતિ પાસે વિચારાધીન છે.
આ પણ વાંચો: પહલગામ આતંકી હુમલાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આજે થશે સુનાવણી, જાણો શું માગ કરી












