ટ્રેન્ડિંગનેશનલ

ઈંટોથી ખીચોખીચ ભરેલા ટ્રેકટરને મહિલાએ ચલાવ્યું કુશળતાથી, જુઓ વાયરલ વીડિયો

નવી દિલ્હી, તા. 21 જૂન, 2025:  સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ વીડિયો વાયરલ થતા હોય છે. હાલ આવો જ એક વાયરલ વીડિયો નારી શક્તિનો પરિચય આપી રહ્યો છે. ઈંટોથી ખીચોખીચ ભરેલા ટ્રેક્ટરને ચલાવતી આ મહિલા લાખો લોકોને પ્રેરણા આપી રહી છે. કોઈ પણ કામ કરવા માટે જેન્ડર નહીં, જીગરની જરૂર હોય છે તેવો મેસેજ મહિલાના આ વીડિયોથી મળ્યો હતો.

સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ કોઈ ને કોઈ કરતૂત વાયરલ થતી જ રહે છે. હાલમાં જ આજકાલ આવો જ એક વીડિયો ફરીથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કંઈક એવું જોવા મળ્યું કે લોકોનું દિમાગ ફરી ગયું. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક મહિલા બિન્દાસ અંદાજમાં ઈંટોથી ભરેલું ટ્રેક્ટર ચલાવતી જોવા મળી. તે ગામ-કસબાની ગલીઓમાં ટ્રેક્ટરનું સ્ટિયરિંગ સંભાળીને ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર નારી શક્તિના આ ઉદાહરણે દરેકને એ વિચારવા મજબૂર કરી દીધા કે આજની મહિલા કોઈ પણ પડકારને હસતા-રમતા પાર કરી શકે છે.

ઈંટોથી ભરેલા ટ્રેક્ટરને ચલાવતી દેખાઈ મહિલા

મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં કમાલ કરી રહી છે – પછી તે ખેતી હોય, રાજનીતિ હોય, કે પછી સાપ પકડવા જેવું જોખમી કામ. આ વીડિયોમાં મહિલાએ ફક્ત ટ્રેક્ટર જ ન ચલાવ્યું, પરંતુ આ સંદેશ પણ આપ્યો કે મહેનત અને હિંમત સામે કોઈ કામ મુશ્કેલ નથી. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા પૂરા આત્મવિશ્વાસ સાથે ઈંટોથી ભરેલા ટ્રેક્ટરને ચલાવતી દેખાઈ રહી છે. જ્યાં ટ્રેક્ટરને તે સાંકડી ગલીઓમાંથી કાઢી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા કેવી રીતે ટ્રેક્ટરને ઘણી જ સરળતાથી નિયંત્રિત કરી રહી છે અને ઘણા આરામથી વળાંક લઈ રહી છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં વાગી રહેલું દેશી મ્યુઝિક તેને વધુ શાનદાર બનાવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Studentgyaan (@studentgyaan)


લોકોએ કર્યા નારી શક્તિને સલામ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @studentgyaan નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો પર લોકોના મહિલાની પ્રશંસામાં ઢગલાબંધ કમેન્ટ્સ પણ આવી રહ્યા છે. કોઈ મહિલાને શેરની જણાવી રહ્યું છે, તો કોઈ “નારી શક્તિને સલામ” કરી રહ્યું છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો ફક્ત એક મહિલાના ટ્રેક્ટર ચલાવવાની વાર્તા જ નહીં, પરંતુ નારી શક્તિની એ તાકાતની ગવાહી છે, જે દરેક રૂઢિવાદી વિચારને તોડી રહી છે. સામાન્ય રીતે ટ્રેક્ટર ચલાવવું પુરુષોનું કામ માનવામાં આવે છે, પરંતુ આ મહિલાએ બતાવી દીધું કે સ્ટિયરિંગ પકડવા માટે જેન્ડર નહીં, જીગર જોઈએ.

આ પણ વાંચોઃ ગુજરાત સરકારની કોચિંગ સહાય યોજનાનો ૯,૨૨૯ વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો, જાણો કેવી રીતે કરશો અરજી

Back to top button